છત્તીસગઢમાં જંગલી હાથીઓએ એક વર્ષમાં ૧૯ લોકોને માર્યા
જશપુર: છત્તીસગઢના જશપુર જીલ્લામાં જંગલી હાથીઓના હુમલામાં એક મહિલા સહિત બે લોકોના મોત થયા છે અને ચાર વર્ષીય બાળકને ઇજા થઇ છે. લન અધિકારીઓએ કહ્યું કે તપકરા પોલીસ સ્ટેશન વિસ્તારના જમુના ગામની પાસે જંગલી હાથીઓએ અલગ અલગ ઘટનાઓમાં પ્રકાશ એક્કા ઉવ ૫૫ અને દયામણિ તિર્કી ઉવ ૫૯ને કચડીના મોતને ઘાટ ઉતારી દીધા હતાં.એક્કા અને તિર્કી અલગ અલગ સ્થાનો પર વન પજ એકત્રિ કરવા ગયા હતાં આ દરમિયાન હાથીઓએ બંન્ને પર હુમલો કર્યો હતો જેથી તેમના મોત થયા હતાં.
અધિકારીઓએ કહ્યું હતું કે જશપુર જીલ્લામાં ગત એક વર્ષમાં અત્યાર સુધી હાથીઓના હુમલામાં ૧૯ ગ્રામિણોના મોત નિપજયા છે. છત્તીસગઢના ઉત્તર વિસ્તાર સરગુજા સુરજપુર કોરબા રાયગઢ જશપુર બલરામપુર અને કોરબા જીલ્લામાં હાથીઓના હુમલામાં અનેક લોકોના મોત થયા છે અને અનેક ઘાયલ પણ થયા છે જયારે મોટા પાયા પર પાકને નુકસાન પહોંચ્યુ છે.