છત્તીસગઢમાં નક્સલી હુમલોઃ 17 જવાન શહીદઃ 14 ઘાયલ
રાયપુર, છત્તીસગઢમાં નક્સલીઓએ મોટો હુમલો થયો છે. સુકમામાં થયેલા નક્સલી હુમલામાં 17 જવાન શહીદ થયા છે જ્યારે 14 ઘાયલ થયાં છે. ડીઆરજી-એસટીએફના જવાનોને પહેલીવાર આટલું મોટું નુંકસાન થયું છે. આ ઘટનામાં 14 જવાન ઘાયલ થયાં છે જેમણે હેલિકોપ્ટરની મદદથી રાયપુર રેફર કરવામાં આવ્યા છે. બસ્તરના ઈતિહાસમાં પહેલીવાર ડીઆરજી જવાનોને આટલું મોટું નુંકસાન થયું છે. કોરોના વાયરસે મચાવેલા કહેર વચ્ચે છત્તીસગઢના સુકમામાં નક્સવાદીઓએ મોટો હુમલો કર્યો છે.
2020માં અત્યાર સુધીના સૌથી મોટા હુમલામાં શનિવારે બપોરે કુસમા વિસ્તારમાં નકસલીઓએ સુરક્ષાદળોની એક ટુકડી પર હુમલો કર્યો હતો. આ જવાનો સર્ચ ઓપરેશન પતાવીને પાછા ફરી રહ્યા હતા. આ હુમલા બાદ 17 જવાનોના લાપતા થવાની ખબર છે જ્યારે 14 ઘાયલ છે. ઘાયલ જવાનોને હવાઈ માર્ગે રાયપુર ખાતે સારવાર માટે લઈ જવાયા છે.
લગભગ 300 જવાનો સર્ચ ઓપરેશન માટે નિકળ્યા હતા અને પાછઆ ફરી રહ્યા હતા ત્યારે સેંકડો નક્સલીઓએ તેમને ઘેરીને હુમલો કર્યો હતો. ત્રણ કલાક સુધી સામે સામે ફાયરિંગ ચાલ્યુ હતુ.એ પછી નક્સલીઓ ભાગી ગયા હતા. મોડી રાત સુધી જવાનોને અલગ અલગ ટીમો બનાવી કેમ્પમાં પાછા લાવવામાં આવ્યા હતા. જોકે આ પૈકી 17 જવાનોનો પતો રવિવારે સવાર સુધી મળ્યો નહતો.