છત્તીસગઢમાં ૧૫ નપામાંથી ૧૪ ઉપર કોંગ્રેસનો કબજો
રાયપુર, ગુજરાતમાં જે રીતે નગર પાલિકાઓની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થઈ ગયો હતો તે રીતે છત્તીસગઢમાં નગર પાલિકાઓની ચૂંટણીમાં ભાજપનો સફાયો થઈ ગયો છે. છત્તીસગઢમાં ૧૫ નગર પાલિકાઓની ચૂંટણીમાં ૧૪ નગર પાલિકાઓ પર કોંગ્રેસનો કબ્જાે થઈ ગયો છે અને ભાજપના ફાળે માત્ર એક જ નગર પાલિકા આવી છે.૨૦૧૮ની વિધાનસભા ચૂંટણી બાદ ફરી કોંગ્રેસે જાેરદાર દેખાવ રાજ્યમાં કર્યો છે.
આ ચૂંટણીએ સાબિત કર્યુ છે કે, કોંગ્રેસનો દબદબો રાજ્યમાં યથાવત છે.બીજી તરફ મુખ્યમંત્રી તરીકે ભૂપેશ બઘેલનુ સ્થાન પણ મજબૂત બન્યુ છે. ૧૫ વર્ષ સુધી રાજ્યમાં ભાજપે શાસન કર્યુ હતુ પણ આ ચૂંટણીના પરિણામોએ બતાવ્યુ છે કે, રાજ્યમાં ભાજપની સ્થિતિ નબળી પડી ગઈ છે.૨૦૧૮માં વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપે ૨૦૧૯માં અહીંયા લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો અને તેનાથી ભાજપને આગામી ચૂંટણીઓમાં સારો દેખાવ કરવાની જે આશા જાગી હતી તે ફળી નથી.
હવે તો ભાજપને ૨૦૨૩માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે પણ ચિંતા સતાવી રહી છે.ભાજપમાં આંતરીક જૂથવાદ પાર્ટીને નબળી પાડી રહ્યો છે.ધર્માંતરણના મુદ્દાનો ફાયદો ભાજપને મળ્યો નથી.ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપની પકડ ઢીલી પડી છે અને કોંગ્રેસની ગ્રામ્ય વિસ્તારો માટેની યોજનાઓના કારણે લોકપ્રિયતા વધી છે.SSS