છત્તીસગઢ: બસ્તરમાં નક્સલી હુમલો, ITBPના સહાયક કમાન્ડન્ટ સહિત 2 શહીદ
રાયપુર, છત્તીસગઢના નારાયણપુરમાં શુક્રવાકે નક્સલીઓએ સેના પર હુમલો કરી દીધો. આ હુમલામાં આઈટીબીપીના સહાયક કમાન્ડેન્ટ સહિત બે જવાન શહીદ થઈ ગયા. નક્સલીઓએ નારાયણપુર-બારસૂર રોડ પર સેનાની રોડ ઓપનિંગ પાર્ટી પર હુમલો કર્યો. એટલુ જ નહીં નક્સલી હુમલો કરીને શહીદ જવાનોના હથિયાર અને સામાન લૂટીને પણ ફરાર થઈ ગયા.
નક્સલી હુમલામાં સહાયક કમાન્ડેન્ટ સુધાકર શિંદે અને 45 બીએન આઈટીબીપીના જવાન ગુરમુખ શહીદ થઈ ગયા. બંને જવાન આઈટીબીપીના ઈ કોય 45 બટાલિયનના હતા. હુમલા બાદ ઘટના સ્થળે સૈન્ય મદદે મોકલવામાં આવી. સેનાએ વિસ્તારને ઘેરીને સર્ચ ઑપરેશન ચલાવ્યુ.
બસ્તર આઈજી સુંદરરાજે જણાવ્યુ કે આ હુમલો શુક્રવારે બપોરે લગભગ 12.10 વાગે થયો. તેમણે કહ્યુ, શરૂઆતી જાણકારી અનુસાર, ITBP કેમ્પ કડેમેટા થી લગભગ 600 મીટર દૂર નક્સલીઓએ આઈટીબીપીની 45મી બટાલિયન ટીમ પર હુમલો કર્યો. આ ટીમ એરિયા ડોમિનેશન ઑપરેશન પર નીકળી હતી.