છત્રપતી શિવાજી ફલાયઓવરમાં પડેલા ગાબડાની તપાસ યોજી જવાબદારો સામે પગલાં ભરવા માંગ
શહેરમાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે, વરસાદનું આગમન થયું છે ત્યારે હાટકેશ્વર સર્કલ વિસ્તારમાં “છત્રપતી શિવાજી મહારાજ ઓવર બ્રિજ”માં ગાબડું પડતાં એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. પરિણામે વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મૂકાયા છે.
માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ શ્રી જયોજૅ ડાયસ એક અખબારી નિવેદનમા જણાવે છે કે, અંગ્રેજોએ બનાવેલા પુલોને ૧૦૦-૧૦૦ વર્ષ થયાં છતાં તેમાં કોઇ ગાબડાં પડતાં નથી
અને આજે આધુનિક ટેકનોલોજી ના યુગ મા ભાજપ શાસિત સત્તાધીશોએ બનાવેલા આ પુલને હજુ તો ૪-૫ વર્ષ જ થયા છે અને ગાબડાં ઉપર ગાબડા પડી રહ્યાં છે.
કેમ કે આ પહેલાં પણ ચારથી પાંચ વખત આ પુલના રોડ પર ગાબડા પડ્યા હતા અને થીગડાં મારી ઉપરછલ્લુ સમારકામ કર્યું છે ફરી ફરીને ગાબડા પડી રહ્યાં છે
જે હલકી ગુણવત્તાનું નબળુ બાંધકામ હોય તેમ લોકો કહી રહ્યાં છે.જેના કારણે મોટી હોનારત સર્જાય અને મોટી જાનહાની થાય તેની દહેશત રહેલી છે.
માટે નાગરીકોના વ્યાપક હિતમાં આ પુલનું તાકીદે સમારકામ કરીને બન્ને તરફ રસ્તો શરૂ થાય તેવા પ્રાયસો યુધ્ધના ધોરણે થવા જોઇએ અને નવા જ બનેલા પુલ પર વારંવાર રોડમાં ગાબડા કેમ પડે છે તેની તપાસ થવી જોઇએ.
શું આ પુલના રોડના બાંધકામમાં હલકી ગુણવત્તાનો માલસામાન ઉપયોગમાં લેવાયો છે કે કેમ એવા સવાલો થાય તે સ્વાભાવિક છે.
કેમ કે જો ધારાધોરણ પ્રમાણે માલ મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો વારંવાર રોડ ન તૂટે અને ગાબડા ન પડે.
આ સમગ્ર ગાબડાંની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઇએ.અને જવાબદારો સામે સખ્ત પગલા ભરવા માંગણી કરી છે.