AMTS-BRTSમાં લોકોની સંખ્યા ઓછી થઈ
અમદાવાદ, શહેરની જાહેર પરિવહન સેવાઓ-અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ અને બસ રેપિડ ટ્રાન્સિટ સિસ્ટમમાં-માર્ચ ૨૦૨૦ની શરુઆતમાં નિયમિત ૭.૨૫ લાખ પેસેન્જર મુસાફરી કરતા હતા. હવે તેમાં ઘટાડો થયો છે અને સંખ્યા ૩.૫ લાખે પહોંચી ગઈ છે.
એએમટીએસ અને બીઆરટીએસએ સંપૂર્ણ કામગીરી શરૂ કરી દીધી છે પરંતુ બસના પેસેન્જરો હજી સુધી પરત આવ્યા નથી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, શહેરમાં બસમાં મુસાફરી કરતા લોકોની સંખ્યા ૮.૫ લાખ કરતા વધારે હતી, પરંતુ બીઆરટીએસ આવતા તેમા થોડો ઘટાડો થયો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, મંગળવારે બીઆરટીએસમાં ૧.૦૫ લાખ મુસાફરો નોંધાયા હતા જ્યારે એએમટીએસમાં ૨.૫ લાખ હતા. એએમસીના અધિકારીઓએ કહ્યું હતું કે, સવારીનું સરેરાશ અંતર ૮ કિમી હતું, તેનો અર્થ એ થયો કે વધુ લોકો લાંબી મુસાફરી કરે છે અને ઓછા અંતર માટે જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરવાનું ટાળે છે.
અધિકારીઓએ કહ્યું હતું કે, બીઆરટીએસમાં એસી હોવા છતાં સિસ્ટમ નવા પેસેન્જરોને તેના તરફ દોરવા માટે નિષ્ફળ રહી છે. અધિકારીઓએ ઉમેર્યું હતું કે, અસરકારક જાહેર પરિવહન વ્યવસ્થાની ગેરહાજરીમાં, શહેરમાં રિક્ષાનો ઉપયોગ તેમજ વાહનોની ગીચતા પણ વધી રહી છે.
શહેરની બે આરટીઓ સુભાષ બ્રિજ અને વસ્ત્રાલમાં ૨૦૧૯ની શરૂઆતથી ૬ લાખ નવા વાહનો નોધાયા હતા. આ આરટીઓમાં કુલ ૩૨ લાખ વાહનોનું રજિસ્ટ્રેશન છે. સુભાષ બ્રિજ આરટીઓના અધિકારીઓએ કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં મોટાભાગે ફોર-વ્હીલર સેગ્મન્ટમાં રજિસ્ટ્રેશન થયું છે અને ટુ-વ્હીલર રજિસ્ટ્રેશન ધીમે-ધીમે મહામારી પહેલાના સ્તર પર પરત આવી રહ્યું છે. અધિકારીઓએ કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના ડરથી લોકો જાહેર પરિવહન સેવાથી દૂર ભાગી રહ્યા છે.
જાે કે, એએમસીના અધિકારીઓએ ધ્યાન દોર્યું હતું કે એએમટીએસ સતત રસ્તા પર બસોની સંખ્યા ઓછી કરી રહી છે અને કેટલાક નાના રૂટને ભેગા કીધા છે. જેના કારણ કે જાહેર પરિવહનમાં પેસેન્જરોની સંખ્યા ઘટી છે.SSS