છાત્રએ સાથીઓની પાણીની બોટલમાં જંતુનાશક દવા ભેળવી

ભુવનેશ્વર, ઓરિસ્સાની એક સ્કૂલમાં બનેલી ખોફનાક ઘટનામાં એક વિદ્યાર્થીએ પોતાની સાથે ભણતા બીજા ૨૦ વિદ્યાર્થીઓને ઝેર પીવડાવીને તેમનો જીવ ખતરામાં નાખી દીધો છે.
મળતી વિગતો પ્રમાણે બરગઢ નામના જિલ્લામાં આવેલી સ્કૂલમાં બનેલી ઘટનામાં આરોપી વિદ્યાર્થીએ પોતાના હોસ્ટેલ રુમમાં રાખેલી પાણીની બોટલમાં જંતુનાશક દવા ભેળવી દીધી હતી.આ દરમિયાનમાં બીજા વિદ્યાર્થીઓ ક્લાસ એટેન્ડ કરી રહ્યા હતા.જ્યારે આરોપી રંગે હાથ પકડાઈ ગયો ત્યારે આ ઘટનાનો ખુલાસો થયો હતો.
સ્કૂલના શિક્ષકનુ કહેવુ છે કે, કેટલા વિદ્યાર્થીઓએ આ પાણી પીધુ છે તે હજી ખબર નથી પડી પણ ૨૦ જેટલા વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશનમાં રાખ્યા છે.તેમને જાેકે કોઈ જાતની આડ અસર થઈ નથી.
શિક્ષકનુ કહેવુ હતુ કે, આરોપી વિદ્યાર્થીએ સ્વીકાર્યુ હતુ કે, મેં જ પાણીમાં જંતુનાશક દવા ભેળવી હતી .કારણકે મને ખબર પડી હતી કે, હાલમાં સ્કૂલમાં રજાઓ પડવાની નથી.
વિદ્યાર્થી ફિઝિકલ ક્લાસ એટેન્ડ કરવા માંગતો નહોતો એટલે તેણે બીજા વિદ્યાર્થીઓના પાણીમાં જંતુનાશક દવા ભેળવી દીધી હતી.SSS