છાપીમાં ટ્રાફિક પોલીસ ઉપર જીવલેણ હુમલો કરાતા ચકચાર
છાપી: વડગામ તાલુકા ના છાપી હાઇવે ઉપર ટ્રાફિક સહિત માસ્ક ન પહેરનાર સામે દંડનિય કાર્યવાહી કરી રહેલ ટ્રાંફિક પોલીસ ઉપર એક શખ્સ દ્રારા જીવલેણ હુમલો કરી માથાના ભાગે લોખંડ ની પટ્ટી ફટકારી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરતા પંથક માં ચકચાર મચી જવા પામી હતી. બનાવ ની પ્રાપ્ત વિગતો મુજબ છાપી હાઇવે ઉપર શનિવાર સવારે છાપી ટ્રાંફિક પોલીસકર્મી વનાજી ઠાકોર અન્ય સાથી પોલીસકર્મી સાથે ટ્રાંફિક સહિત કોરોના અંતર્ગત સરકાર ના આદેશ મુજબ માસ્ક ન પહેરનાર વિરુદ્ધ દંડનિય કાર્યવાહી કરી રહયા હતા
તે દરમિયાન પાલનપુર તરફ થી માસ્ક પહેર્યા વગર એક મોટરસાઇકલ આવતા તેને થોભાવી માસ્ક ન પહેરવાનું કારણ પૂછતાં ઉશ્કેરાયેલા શખ્સે યોગ્ય જવાબ આપવાના બદલે હું તેનીવાડા ગામ નો દરબાર છું તું મને ઓળખતો નથી મારું નામ સુરેશસિંહ ખુમાનસિંહ રાજપૂત છે અને તું માસ્ક નો દંડ કરવાની વાત કરે છે તું મને ઓળખતો નથી પણ હું તને ઓળખું છું તું અહીં થી જતો રહે નહિ તો જાનથી મારી નાખીશ જેથી પોલીસકર્મી એ કહેલ કે સરકાર ના આદેશ મુજબ કામગીરી કરી રહ્યા છીએ જેથી સુરેશસિંહ ઉશ્કેરાઈ બાઇક ઉપરથી નીચે ઉતરી ધમકી આપી તું રોજ માસ્ક માટે બધાને હેરાન કરી દંડ કરે છે તો આજે તને બતાવી દેવું પડશે તેમ કહી પોલીસકર્મી ને બાથે પડી નીચે પાડી દીધો હતો જેથી સમયસૂચકતા વાપરી પોલીસકર્મી હાઇવે પોલીસ ચોકી માં દોડી ને જતો રહ્યો હતો
દરમિયાન ઉશ્કેરાયેલા શખ્સે ચોકી માં જઈ અંદર પડેલ લોંખડ ની પટ્ટી થી વનાજી ઠાકોર ના માથાના પાછળ ના ભાગે જોરદાર ઘા કરતા વનાજી લોહીલુહાણ હાલત માં બુમાબમ કરતા અન્ય સાથી ઓ એ શખ્સ ને પકડી લેતા પોલીસકર્મી ને બચાવ્યો હતો જ્યારે ઇજા ગ્રસ્ત પોલીસ કર્મી ને છાપી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો