Western Times News

Gujarati News

પારસ છાબડાની એક્સ-ગર્લફ્રેન્ડ આકાંક્ષાનું સિંગર સાથે ચક્કર?

મુંબઈ, ટીવી એક્ટ્રેસ આકાંક્ષા પુરી પોતાના શો વિઘ્નહર્તા ગણેશમાં પાર્વતી માતા તરીકે અને એક્સ-બોયફ્રેન્ડ તેમજ બિગ બોસ ૧૯ના કન્ટેસ્ટન્ટ પારસ છાબડા સાથેના સંબંધોને લઈને ઘણીવાર લાઈમલાઈટમાં રહે છે. એક્ટ્રેસે ફરી એકવાર દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે અને આ વખતે જવાબદાર છે આકાંક્ષાએ ઈન્સ્ટાગ્રામની સ્ટોરીમાં તસવીર શેર કરેલી.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

આકાંક્ષા પુરીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સિંગર મિકા સિંહ સાથેની કોઝી તસવીર શેર કરી છે અને ફેન્સને ‘ગુડ નાઈટ’ કહ્યું છે. આ સિવાય તેણે હાર્ટ ઈમોજી પણ શેર કર્યું છે. હવે બંને વચ્ચે સાચેમાં કંઈક ચાલુ રહ્યું છે કે પછી તેઓ પોતાના અપકમિંગ પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહ્યા છે તે તો આવનારા સમયમાં જ જાણ થશે.

મિકા સિંહ સાથે તસવીર શેર કરી તે પહેલા આકાંક્ષાએ તે જ આઉટફિટમાં એક બૂમરેંગ વીડિયો શેર કર્યો હતો અને લખ્યું હતું કે, ‘ખરેખર કંઈક સારુ શૂટિંગ કરી રહી છું. અગાઉ જ્યારે મિકા સિંહે ટીવી એક્ટ્રેસ ચાહત ખન્ના સાથે મ્યૂઝિક વીડિયો બનાવ્યો હતો ત્યારે પણ બંને વચ્ચે ઈલુ-ઈલુ ચાલી રહ્યું હોવાની ચર્ચા જાગી હતી. બંને એપાર્ટમેન્ટની બાલકનીમાં બેસીને સાથે ચા પી રહ્યા હોવાની તસવીર તે સમયે ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી.

હાલમાં આકાંક્ષાએ હિંદીમાં ‘આઈ એમ અ વોરિયર‘નું ટેટૂ કરાવ્યું હતું. આ વિશે અમારા સહયોગી સાથે એક્સક્લુઝિવ વાતચીત કરતાં તેણે કહ્યું હતું કે, ‘જ્યારે પણ મને લાગશે કે હું લો ફીલ કરી રહી છું ત્યારે આ ટેટૂ મને યાદ કરાવશે કે હું ફાઈટર છું. અને ગમે તેવી પરિસ્થિતિ કેમ ન હોય હું તેની સામે લડી શકું છું. આ ટેટૂ મને પોઝિટિવિટી આપશે. આ મને યાદ કરાવશે કે હું કેટલી સ્ટ્રોન્ગ છું’.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.