છારાનગરના દેશી દારૂના ડિસ્ટ્રુબેશનના નેટવર્કને ભેદવાનો LCBનો પ્રયાસ : ૫ એક્ટિવા પરથી ૩૦૩ લીટર દેશી દારૂના પોટલાં ઝડપ્યા
અરવલ્લી જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂની રેલમછેલ જોવા મળી રહી છે મોડાસા તાલુકાના છારાનગર (જીવણપુર)માં દેશી દારૂ ગાળવાનો ગૃહ ઉદ્યોગ ચાલી રહ્યો છે દરરોજ લાખ્ખો-હજ્જારો લીટર દેશી દારૂ અરવલ્લી-સાબરકાંઠા અને અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરી વિસ્તારોમાં વિવિધ નાના-મોટા વાહનો મારફતે દેશી દારૂ ઠાલવવાનું સુનિયોજીત રેકેટ ચાલી રહ્યું છે
અરવલ્લી એલસીબી પોલીસે બાતમીના આધારે બાકરોલ ગામ નજીકથી ૫ એક્ટિવા સાથે છારાનગરની મહિલા બુટલેગર સહીત ૫ બુટલેગરોને ૬૦૬૦ રૂપિયા દેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી તેમજ છારાનગરમાં રહેતા શાંતિલાલ ચંદુભાઈ છારા ઘરેથી ૧૧ બોટલ વિદેશી દારૂ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
છારાનગર (જીવણપૂર) ગામના બુટલેગરો મોડાસા શહેરના સર્વોદય નગર (ડુંગરી) સહીત અનેક સ્થળે દેશી દારૂ એક્ટિવા મારફતે ઠાલવી રહ્યા હોવાની બાતમી અરવલ્લી એલસીબી પીઆઈ આર કે પરમારને મળતા તેમની ટીમ સાથે બાકરોલ ગામ નજીક વોચમાં ગોઠવાઈ ગયા હતા અને છારા નગરમાંથી એક પછી એક એમ કુલ-૫ એક્ટિવા પરથી દેશી દારૂના પોટલાં મળી આવ્યા હતા
એલસીબી પોલીસે છારા નગરના બુટલેગરો અને દારૂ મંગાવનાર મોડાસા સર્વોદય નગર (ડુંગરી) ની મહિલા બુટલેગરો સામે કાર્યવાહી હાથધરી હતી જેમાં ૧)રમેશ અંબાલાલ છારા,૨)સજ્જુ રણજીત છારા,૩)પિયુષ ગોપાલ રાઠોડ,૪)રાજુ મોહન છારા, ૫)રેશ્મા ઉમેશ તમાઈચી ને દબોચી લઈ ૫ એક્ટિવા પરથી દેશી દારૂના પોટલાંમાંથી ૩૦૩ લીટર દેશી દારૂ કીં.રૂ.૬૦૬૦ તેમજ ૫ એક્ટિવા કીં.રૂ.૧.૯૦ લાખ મળી કુલ.રૂ.૧૯૬૦૬૦/- નો જથ્થો જપ્ત કરી દેશી દારૂ મંગાવનાર ૧)શાંતા સોમસિંહ પરમાર,૨)રેખા લાલાભાઇ વાઘેલા ,૩) રાધા માવજીભાઈ વાઘેલા,૪)કપિલા કનૈયાલાલ છારા અને ૫)પાંદળી ઉર્ફે પની અમરતભાઈ સલાટ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા