કનિકા છૂટાછેડાના ૧૦ વર્ષ બાદ બીજીવાર લગ્ન કરશે
મુંબઇ, બેબી ડોલ ગીતથી પ્રખ્યાત થયેલી સિંગર કનિકા કપૂર ફરી એકવાર હાથ પીળા કરવા તૈયાર થઈ ગઈ છે. બોલિવુડના કેટલાય હિટ ગીતો ગાઈ ચૂકેલી સિંગર કનિકા કપૂર બીજીવાર લગ્ન કરવાની છે. મે ૨૦૨૨માં કનિકા કપૂર બિઝનેસમેન ગૌતમ સાથે લગ્ન કરવાની છે.
અગાઉ કનિકાએ રાજ ચાંદોક સાથે લગ્ન કર્યા હતા અને તે પણ દ્ગઇૈં બિઝનેસમેન હતો. કનિકાના પૂર્વ પતિ અને થનારા પતિ વચ્ચે NRI બિઝનેસમેન હોવા ઉપરાંત પણ સમાનતા છે. આ બંને લંડનના જ રહેવાસી છે. ઉલ્લેખનીય છે કે, કનિકા અને રાજના ડિવોર્સ ૨૦૧૨માં થયા હતા. એક્સક્લુઝિવ માહિતી અનુસાર કનિકા ગૌતમ સાથે લગ્ન કરવા અંગે છેલ્લા છ મહિનાથી વિચાર-વિમર્શ કરી રહી હતી.
કનિકા અને ગૌતમ એક વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. કનિકા અને ગૌતમના લગ્ન લંડનમાં યોજાવાના છે. ગૌતમ અને કનિકાની પહેલી મુલાકાત ક્યાં થઈ હતી તેની માહિતી હજી સામે નથી આવી. પરંતુ જાે તુક્કો લગાવવાનો હોય તો યુકેમાં કનિકાની મ્યૂઝિક ટૂર દરમિયાન બંને મળ્યા હશે તેમ કહી શકાય.
આ વાતની પુષ્ટિ કરવા માટે કનિકાનો સંપર્ક કર્યો ત્યારે તેણે ના ન પાડી અને મેસેજનો જવાબ હાથ જાેડેલા અને મોટી સ્માઈલવાળા ઈમોજી સાથે આપ્યો હતો. વધુ જાણવાની કોશિશ કરતાં કનિકાએ લગ્ન વિશે તો કંઈ ના કહ્યું પરંતુ એટલું ચોક્કસથી કીધું કે, ‘ઈન્સ્ટાગ્રામ પર મારી અપડેટ ચેક કરતા રહેજાે. મેં યુએસના હ્યુસ્ટન, જર્સી અને વોશિંગ્ટનમાં ત્રણ સફળ ટૂર પૂરી કરી છે. હજી ૧૦ બાકી છે.’
અમારા સહયોગીએ ફરી એકવાર લગ્નનો પ્રશ્ન કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ સિંગરે કહ્યું, ‘માફ કરજાે તે મુદ્દે કોઈ ટિપ્પણી નહીં કરું.’ મહત્વનું છે કે, પહેલા લગ્ન થકી ૪૩ વર્ષીય કનિકાને ત્રણ બાળકો છે. બે દીકરીઓ અને એક દીકરો. જણાવી દઈએ કે, કનિકા હવે યુએસના શિકાગો, ડલાસ, એટલાન્ટા, બેય એરિયા, લોસ એન્જેલસ, ન્યૂયોર્ક, ઓર્લેન્ડો સહિતના જાણીતા ૧૦ શહેરોમાં પર્ફોર્મ કરવાની છે.SSS