Western Times News

Gujarati News

છૂટાછેડા બાદ પત્ની દ્વારા પતિ સામે કોઇ કાર્યવાહી ન થઇ શકે

અમદાવાદ: રાજ્યમાં આજકાલ મહિલાઓ પર શારીરિક અને માનસિક રીતે અત્યાચારોના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે મહિલાઓને લઈને ઘરેલુ હિંસાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં એક નોંધપાત્ર કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. પત્ની પીડિત પતિઓને મોટી રાહત આપતાં બહુ મહત્વના ચુકાદામાં ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ  ઉમેશ ત્રિવેદીએ ઠરાવ્યું હતું કે, છૂટાછેડા બાદ પત્ની દ્વારા પતિ સામે કોઇપણ પ્રકારની કાર્યવાહી થઇ શકે નહી. આજકાલ આપણા સમાજમાં ઘરેલુ હિંસાના અનેક કેસો બનતા હોય છે,

ત્યારે ઘરેલુ હિંસાને લઈ ગુજરાત હાઈકોર્ટે આ મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના મેજિસ્ટ્રેટ સમક્ષ ડોમેસ્ટીક વાયોલેન્સ એકટ હેઠળની પ્રોસીડીંગ્સનો સામનો કરી રહેલા પતિ કાનજીભાઇ પરમારે આ સમગ્ર પ્રોસીડીંગ્સ ગેરકાયદે અને રદબાતલ ઠરાવવા દાદ માંગતી સ્પેશ્યલ ક્રિમીનલ એપ્લીકેશન ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરી હતી, જેની સુનાવણીના અંતે જસ્ટિસ  ઉમેશ ત્રિવેદીએ આ મહત્વનો ચુકાદો જાહેર કર્યો હતો.


ગુજરાત હાઈકોર્ટે આ કેસમાં જણાવ્યું હતું કે, કોઈ પણ પતિ-પત્નીના છુટાછેડા થઈ ગયા બાદ એકબીજા પર કોઈનો હક્ક કે અધિકાર રહેતો નથી, એટલે કે, પત્ની છુટાછેડા બાદ પતિ પર ઘરેલુ હિંસાનો કેસ કરી શકે નહી. હાઈકોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે, છુટાછેડા લીધા બાદ પતિ-પત્ની વચ્ચે ઘરેલુ સંબંધ પણ રહેતા નથી. એક પત્ની ઘરેલુ હિંસાના કાયદા હેઠળ પતિ સામે કાર્યવાહી ન કરી શકે, એટલું જ નહીં,

પત્ની ઘરેલુ હિંસાના કાયદા હેઠળ ભરણપોષણ પણ માંગી શકે નહીં. આ વિશે મળતી માહિતી પ્રમાણે, પતિ-પત્નીના છૂટાછેડા અંગેના એક કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં ઘરેલુ હિંસાના કાયદાને લગતો મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો.

જેમાં હાઈકોર્ટે જણાવ્યું હતું કે, છુટાછેડા લીધા પછી પત્ની પતિ પર ઘરેલુ હિંસાનો કોઈ જ પ્રકારનો કેસ કરી શકે નહીં. છુટાછેડા લીધા બાદ ઘરેલુ સંબંધ પણ રહેતા નથી. ઘરેલુ હિંસાના કાયદા હેઠળ પતિ સામે કાર્યવાહી કરી શકાય નહીં. એટલું જ નહીં અમુક કિસ્સામાં પત્નીઓ કાયદાનો ખોટો ઉપયોગ કરીને પતિ પાસેથી ભરણપોષણ માંગતી હોય છે,

ત્યારે હાઈકોર્ટે જણાવ્યું કે, છુટાછેડા લીધા પછી પત્ની ઘરેલુ હિંસાના કાયદાનો આશરો લઇ તે કાયદા હેઠળ ભરણપોષણ કે ઘરમાં હિસ્સો કે અન્ય લાભો માંગી શકે નહીં. ગુજરાત હાઇકોર્ટના આ ચુકાદાના કારણે પતિઓને બહુ મોટી રાહત મળી છે. આગામી દિવસોમાં તેના દૂરોગામી લાભ અને અસરો પતિઓના કેસમાં થશે તે પણ નક્કી છે., પતિઓ આ ચુકાદાને ટાંકીને રાહત મેળવી શકશે. જસ્ટિસ  ઉમેશ ત્રિવેદીએ અરજદાર પતિ વિરૂધ્ધ સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ કોર્ટમાં પડતર ઉપરોકત પ્રોસીડીંગ્સને પણ રદબાતલ ઠરાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.