છૂટ આપીએ એનો મતલબ નથી કે નિશ્ચિત થઈને બહાર નીકળીએ : રૂપાણી
ગાંધીનગર: ગાંધીનગરમાં કાર્યરત કરાયેલા અદ્યતન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ૨.૦ ના નવા ભવનનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરાયું છે. ત્યારે લોકાર્પણ બાદ તેમણે જણાવ્યું કે, આજે રાજ્ય સરકારે શિક્ષણ વિભાગમા આમુલ પરીવર્તન કર્યુ છે. ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી ગુણવત્તા યુક્ત શિક્ષણ મળે તેના માટે પ્રયત્ન કર્યો છે. રાજ્યની ૫૪૦૦૦ શાળાઓમા સવા કરોડ વિદ્યાર્થીઓ પર ધ્યાન રખાશે. આવનારા દિવસોમાં શિક્ષણ દ્વારા દરેક શ્રેત્રમા આગળ વધીશુ. દરેકની હાજરી, પરીક્ષા વગેરેનુ સંપૂર્ણ મોનિટરીંગ થશે. આવું ભારતનુ પહેલુ સેન્ટર બનાવાશે.
તેમણે વધુમાં કહ્યું કે, શિક્ષણ વિભાગમાં આમુલ પરિવર્તન ટેકનોલોજીના માધ્યમથી કર્યું છે. આ સેન્ટરને ૫૪૦૦૦ શાળાઓ સાથે જાેડી દેવામાં આવી છે. આવુ કરનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. તો રથયાત્રા યોજાશે કે નહિ તે સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ગુજરાતની જનતાને વિનંતી છે કે, કેસ ઘટ્યા છે એનો અર્થ એવો નથી કે કોરોના ગયો છે. ગુજરાત એક એવુ રાજ્ય બન્યુ છે કે જેણે સંપૂર્ણ લોકડાઉન કર્યુ નથી. રથયાત્રા માટે જે તે સમયે ર્નિણય લેવામાં આવશે. છૂટ આપીએ એનો મતલબ નથી કે નિશ્ચિત થઈને બહાર નીકળીએ. જરૂરી હોય તો જ બહાર નીકળવું.
કામ વગર ક્યાંય જવુ નહિ. ત્રીજી વેવ માટે તજજ્ઞો પણ સાવચેત રહેવાનું કહી રહ્યાં છે. મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓના અભ્યાસ, ઓનલાઇન હાજરી અને શિક્ષક સજજતા સહિતના વિવિધ પ્રોજેક્ટ્સ તેમજ યોજનાઓના અમલીકરણ અને મોનિટરિંગના હેતુસર શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગરમાં કાર્યરત કરાયેલા અદ્યતન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ૨.૦ ના નવા ભવનનું લોકાર્પણ કર્યુ છે. શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા પર વિશેષ કરીને મિશન વિદ્યા, શિક્ષક-વિદ્યાર્થીની ઓનલાઇન હાજરી, હોમ લર્નીંગ, પીરિયોડીક એસસમેન્ટ ટેસ્ટ જેવા નાવિન્યપૂર્ણ પ્રોજેકટ છેલ્લા બે વર્ષથી અપનાવેલા છે. આ નવિનત્તમ પ્રોજેકટસ અને શિક્ષણની અન્ય યોજનાઓના મોનિટરીંગ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત થયેલું છે.
રાજ્યની પ૪૦૦ જેટલી પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ, ૩ લાખ કરતા વધારે શિક્ષકો અને ૧ કરોડ ઉપરાંતના વિદ્યાર્થીઓના વિશાળ માળખાની સુઆયોજિત દેખરેખ માટે હવે, આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના નવા બિલ્ડિંગ ને અતિ આધુનિક ટેકનોલોજી-સુવિધાથી સજ્જ કરવામાં આવ્યું છે.
નવિન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ૨.૦ માં આવતા ડેટાને મશીન લર્નીંગ, વિઝયુઅલ પાવર ષ્ઠઊેહ્વી ટૂલથી એનેલાઇઝ કરાશે. સ્ટેટ લેવલે શિક્ષક અને વિદ્યાર્થીની ઓનલાઇન રિયલ ટાઇમ એટેન્ડન્સ જાણી શકવા સાથે જિલ્લાવાર તેમજ કોર્સવાર માહિતી દીક્ષા પર્ફોમન્સના આધાર ઉપર આપી શકાય તેવી અદ્યતન સુવિધા આ નવા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ૨.૦ માં ઉપલબ્ધ બનાવાઇ છે.
કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ૨.૦ ના ભવન લોકાર્પણ સાથે વિડીયો વોલ મારફતે શિક્ષણ વિભાગના ફિલ્ડ સ્ટાફ સાથે સીધો સંવાદ સાધી આ પ્રોજેકટસ સહિત સમગ્ર શિક્ષણ વ્યવસ્થા અંગેના પ્રતિભાવો-ફિડબેક મેળવ્યા હતા. રાજ્યમાં કોરોનાના આ કાળમાં ‘શાળા બંધ-શિક્ષણ નહિં’ના ધ્યેય મંત્ર સાથે વિદ્યાર્થીઓને ઘરે બેઠા અભ્યાસ હોમ લર્નીંગ માટેના અભિનવ પ્રોજેક્ટ- ગુજરાત સ્ટુડન્ટડ હોલિસ્ટીક એડે૫ટેવી લર્નીંગ એપ નો પણ પ્રારંભ થયો છે.આ પ્રોજેકટ અન્વયે ધોરણ-૧ થી ૧ર ના વિદ્યાર્થીઓ માટે ઇ-કન્ટેન્ટ અને લર્નીંગ મેનેજમેન્ટ સિસ્ટમ તૈયાર કરવામાં આવ્યા છે.