છેડતી કરનાર યુવકનું સ્કૂટર યુવતીએ ગટરમાં ધકેલી દીધું
ગુવાહટી: આસામમાં ધોળા દિવસે છેડતી કરનાર શખસને એક યુવતીએ એવો પાઠ શીખવાડ્યો છે કે હવે તેની ચારેય બાજુ ચર્ચા થઈ રહી છે. આ યુવતીએ છેડતી કરનાર શખસનું સ્કૂટર ગટરમાં નાખી દીધું. આ સમગ્ર ઘટના ગુવાહાટીની છે કે જ્યાં અજાણી વ્યક્તિએ એક યુવતીની નજીક આવીને સરનામું પૂછ્યું અને પછી તે યુવતીની છેડતી કરી હતી.
આ યુવતીએ સોશિયલ મીડિયા ફેસબુક પર પોતાનો આ અનુભવ જણાવ્યો છે. આ શખસે સરનામું પૂછવાના બહાને તે યુવતીની જાહેર રસ્તા પર છેડતી કરી અને તેને ખોટી રીતે સ્પર્શ કરવાનું શરૂ કરી દીધું. ત્યારબાદ આ યુવતીએ તે શખસને ક્યારેય ભૂલાય નહીં એવો પાઠ શીખવાડ્યો છે. આ યુવતીએ જાેયું કે તે શખસ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો છે કે તરત જ તેનું સ્કૂટર રોક્યું અને તેને ગટરમાં ફેંકી દીધું.
આ યુવતીની સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થયા પછી પોલીસે કાર્યવાહી હાથ ધરી અને તે યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરીને ધરપકડ કરવામાં આવી છે. અહીં નોંધનીય છે કે તે યુવકે સરનામું પૂછવા માટે આ યુવતી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ આ યુવકે તે યુવતીને ખરાબરીતે સ્પર્શ કરવાનું શરૂ કરી દીધું.
જ્યારે તે યુવકે ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે આ યુવતીએ તેને ધક્કો મારીને ગટરમાં ધકેલી દીધો. આ યુવતીએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે જ્યારે તે યુવકે તેના સ્કૂટરની સ્પીડ વધારવાનો પ્રયાસ કર્યો કે તરત જ મેં તેનું પાછળનું ટાયર ઊંચકી લીધું અને તે પાસેની ગટરમાં ધકેલી દીધું. યુવતીએ પોતાના આ અનુભવની પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરતા આસામ પોલીસને પણ ટેગ કરી છે. ત્યારબાદ પોલીસે આ બાબતે કાર્યવાહી કરતા આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે.