છેતરપિંડીના અનેક ગુના બાદ હવે કપડા બજારમાં ચોરીની ઘટનાઓ વધી

અમદાવાદ : વિવિધ પ્રકારનાં કાપડ માટે મશહુર અમદાવાદનાં કાપડ માર્કેટની દશા બેઠા હોય એમ લાગે છે. છેલ્લાં કેટલાય સમયથી પરપ્રાંતથી આવતાં ગઠીયા વેપારી બનીને સ્થાનિક વેપારીઓ સાથે લાખો-કરોડોની છેતરપિંડી કરી ઊડન છુ થઈ રહ્યાં છે. જેનાં કારણે વેપારીઓ ચિંતામાં છે. પોલીસ હજુ ગઠીયાઓને પકડી શકી નથી ત્યાં હવે ચોરોએ તરખાટ મચાવ્યો છે. દુકાનનાં શટર કે છાપરા તોડીને અંદર ઘુસી જતાં ચોરોએ છેલ્લાં ત્રણથી ચાર દિવસમાં કેટલીય દુકાનોમાં ધાડ પાડી છે.
સૌ પ્રથમ બનાવ બે દિવસ અગાઊ રતનપોળમાં આવેલી રાજારાણી નામની કપડાની દુકાનમાં બન્યો હતો. જેમાં દુકાનનું છાપરું તોડીને એક ગંજીધારી ચોટ દુકાનમાં ઘુસ્યો હતો અને તમામ સામાન ફેંક્યા બાદ લોકરો તોડીને આશરે એક લાખ રૂપિયાની રોકડ ચોરી ગયો હતો. દુકાન માલિકે આ અંગે કાલુપુર પોલીસમાં ફરિયાદમાં ફરીયાદ કરી હતી.
હાલમાં આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. ભરતભાઈ તરક તથા ચોગાભાઈ તરક નામનાં માણસો ડુપ્લીકેટ ચાવીથી દુકાનનું શટર ખોલીને રૂપિયા એક લાખનો સામાન ચોરી ગયા હતા. આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી.
અન્ય બનાવ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે જેમાં ન્યુ ક્લોથ માર્કેટમાં બંસલ માર્કેટીંગ નામની દુકાનમાં ચોર ત્રાટક્યો હતો. અને દુકાનનાં શટર તોડ્યા બાદ તિજારીમાં મુકેલાં રૂ.૪,૬૦,૦૦૦ની ચોરી કરી હતી. આટલી મોટી રકમની ચોરી થતાં આસપાસનાં વેપારીઓ પણ ચોંકી ઊઠ્યા છે.
જ્યારે ત્રીજા બનાવ સુમેળ-૧માં બન્યો છે. વેપારી ઘનશ્યામ કલવાણીએ માધવપુરા પોલીસ સ્ટેશન ફરીયાદ નોંધાવી છે, કે તેમની દુકાનમાં કામ કરતાં ભરતભાઈ તરક તથા ચોગાભાઈ તરક નામનાં માણસો ડુપ્લીકેટ ચાવીથી દુકાનનું શટર ખોલીને રૂપિયા એક લાખનો સામાન ચોરી ગયા હતા. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
કાપડ માર્કેટમાં તાજેતરમાં બનેલી ઘટનાઓ બાદ પોલીસ દ્વારા સંતોષજનક કાર્યવાહી કરવામાં ન આવતાં ભારે રોષ ફેલાયો છે. પોલીસ તંત્ર આ અંગે ઠોસ કાર્યવાહી કરે તેવી માંગણી કરી રહ્યાં છે.