છેતરપીંડીના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ ખેડા
પોલીસ અધિક્ષક ખેડા – નડીયાદ નાઓ તરફથી ખેડા જીલ્લામા પેરોલ ફર્લો , વચગાળાના જામીન ઉપરથી ફરાર તેમજ પોલીસ જાપ્તામાંથી ફરાર અને જેલ ફરારી કેદીઓને પકડવા માટે તમેજ જીલ્લા અને જીલ્લા બહારના નાસતા ફરતા આરોપી પકડવા માટે ખાસ આદેશ આપવામાં આવેલ જેમાં સ્થાનિક પોલીસની તેમજ એલ.સી.બી. / એસ.ઓ.જી. / પેરોલ ફર્લો સ્કોડની અલગ – અલગ ટીમો બનાવી દિવસે તેમજ રાત્રીના સમયે અસરકારક પેટ્રોલીંગ કરી તેઓના રહેણાંક તેમજ મળી આવવાના સ્થળોએ તપાસ કરી મળી આવે
કાયદેસર કરવા ખાસ સુચના આપેલ જે સુચનાની અમલવારીના ભાગરૂપે એલ.સી.બી પી.આઈ એમ. ડી.પટેલ ખેડા – નડીયાદ નાઓના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોર્ડના પોસ.ઇ નાઓ તથા પેરોલ ફર્લો સ્કવોર્ડના સ્ટાફના એ.એસ.આઇ.અરવિંદસિંહ તથા હેડ કોન્સ.હરીશભાઇ તથા હેડ કોન્સ.વનરાજસિંહ તથા હેડ કોન્સ કિરણસિંહ તથા હેડ.કોન્સ વિનંતકુમાર તથા પો.કો. કાળુભાઇ તથા પો.કો મહેન્દ્રસિંહ એ રીતેના પોલીસ માણસો સાથે ખાનગી વાહનમાં ચકલાસી પો.સ્ટે .
વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ફરતા – ફરતા વડતાલ ચોકડી આવતા સાથેના એ.એસ.આઇ.અરવિંદસિંહ તથા પો.કો. કાળુભાઇ નાઓને સંયુકત બાતમી હકીકત મળેલ કે નીકોલ પોસ્ટ પાર્ટ એ.નં .૧૧૧૯૧૦૧૫૨૦૦૯૭૭ / ૨૦૨૦ આઇ.પી.સી. કલમ ૪૦૬ ૪૨૦ ૧૧૪ મુજબના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ ( ૧ ) મીહીર ભરતભાઇ પ્રજાપતી રહે .૨૯ / બી મીલ કામદાર સોસાયટી કલોલ તા.કલોલ જી.ગાંધીનગર તથા ( ૨ ) મોટુ મુકેશભાઇ મિસ્ત્રી રહે સાખીપાર્ક સોસાયટી શારદામંદિર સ્કુલ પાસે નડીયાદ નડીયાદ જી.ખેડા નાઓ હાલ વડતાલ ખાતે આવેલ હરીકૃષ્ણ ઉતારામાં રોકવા માટે આવનાર છે જે ચોક્કસ બાતમી હકીકત બાતમીદારથી મળતા ઉપરોકત પોલીસ માણસો ખાનગી વાહનમાં ઉપરોકત જગ્યાએ જઇ તપાસ કરતા ઉપરોકત વર્ણનવાળો ઇસમ મળી આવતા સી.આર.પી.સી કલમ ૪૧ ( ૧ ) ( આઇ ) મુજબ પકડી અટક કરી આગળની ઘટીત કાર્યવાહી કરવા સારૂ ચકલાસી પોસ્ટે.ખાતે સોંપવામાં આવેલ છે .