છેતરાયેલી યુવતીએ રસ્તા પર પ્રેમીના નામના પોસ્ટરો લગાવ્યા
લખનઉ: આમ તો ફેબ્રુઆરીનો બીજાે સપ્તાહ પ્રેમમાં ડૂબેલા લોકો માટે ખૂબ જ ખાસ છે. કારણ છે સપ્તાહના તમામ સાત દિવસ પ્રેમી યુગલ પોતાનો પ્રેમનો એકરાર કરવા અલગ-અલગ રીતે કરે છે અને પછી ૧૪ ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડેની સાથે તેની સમાપ્તિ થાય છે.
પરંતુ લખનઉના ગોમતીનગરમાં ચાર રસ્તાઓ પર લાગેલા પોસ્ટર બધાનું ધ્યાન ખેંચી રહ્યા છે. મૂળે પ્રેમમાં છેતરાયેલી એક યુવતીએ પોતાના પ્રેમીને જાહેરમાં બદનામ કરવા માટે અનોખી રીત અપનાવી છે.
ગોમતી નગરના પૉશ વિસ્તારમાં લાગેલા આ પોસ્ટરમાં લખ્યું છે, વેલેન્ટાઇન વીક દરમિયાન શહેરમાં લાગેલા આ પોસ્ટર લોકોમાં ચર્ચાનો વિષય બની ગયા છે. જાેકે, એ જાણી નથી શકાયું કે આ પોસ્ટર કોણે અને કેમ લગાવ્યા છે. પરંતુ યુવકો અને યુવતીઓમાં ચર્ચા છે કે કદાચ કોઈને પ્રેમમાં દગો મળ્યો છે, ત્યારે આ પોસ્ટર લગાવ્યા છે.
લગભગ પાંચથી છ સ્થળે આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. વેલેન્ટાઇન ડેના ઠીક પહેલાના સપ્તાહને વેલેન્ટાઇન વીકના રૂપમાં ઉજવવામાં આવે છે. જે ૭ ફેબ્રુઆરીથી ૧૪ ફેબ્રુઆરી ચાલુ હોય છે. વેલેન્ટાઇન વીકની શરૂઆત ૭ ફેબ્રુઆરીએ રોઝ ડેની સાથે થાય છે. આ દિવસે પોતાના ક્રશને ગુલાબ આપીને પ્રેમને વ્યક્ત કરવાની શરૂઆત થાય છે.
પછી ૮ ફેબ્રુઆરીએ પ્રપોઝ ડે, ૯ ફેબ્રુઆરીએ ચોકલેટ ડે, ૧૦ ફેબ્રુઆરીએ ટેડી ડે, ૧૧ ફેબ્રુઆરીએ પ્રોમિસ ડે, ૧૨ ફેબ્રુઆરીએ હગ ડે, ૧૩ ફેબ્રુઆરીએ કિસ ડે અને અંતે ૧૪ ફેબ્રુઆરીએ રોમાન્સનું સપ્તાહ ખતમ થાય છે.