છેલ્લાં ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧૩૬૫ કેસ નોંધાયા
અત્યાર સુધીમાં ૩૧૯૮ લોકોના મૃત્યુ થયા, ૯૨૮૦૫ લોકો ડિસ્ચાર્જ થયાઃ કુલ ૯૦ લોકો વેન્ટીલેટર ઉપર છે
ગાંધીનગર, રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાના ૭૪,૭૮૧ ટેસ્ટ કરવામાં આવતા ૧૩૬૫ કેસ નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ સંક્રમિતનો આંકડો ૧,૧૨,૩૩૬ થયો છે. રાજ્યમાં આજે ૧૫ દર્દીના મોત કોરોનાને લીધે થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક ૩૧૯૮ થયો છે. રાજ્યમાં આજે ૧૩૩૫ દર્દી સાજા થયા હતા. આ સાથે કુલ ડિસ્ચાર્જનો આંકડો ૯૨ હજારને પાર થઈ ૯૨,૮૦૫ થયો છે. રાજ્યમાં આજની સ્થિતિએ કુલ એક્ટિવ કેસ ૧૬૩૩૩ થયો છે. જેમાં ૯૦ વેન્ટીલેટર પર અને ૧૬૨૪૩ સ્ટેબલ છે.
રાજ્યમાં કોરોનાના કેસો માં સતત વધારો થતો જાેવા મળી રહ્યો છે. સપ્ટેમ્બર મહિનાના ૧૨ દિવસમાં દસ દિવસ કોરોના પોઝિટિવનો આંકડો ૧૩૦૦ને પાસ જઈ રહ્યો છે. આરોગ્ય વિભાગની યાદી મુજબ રાજ્યમાં આજે કોવિડ-૧૯ના લીધે ૧૫ જણાના મોત નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં ૩, સુરત શહેરમાં ૪ અને જિલ્લામાં ૧, ભાવનગર કોર્પોરેશનમાં ૧ અને ભાવનગર જિલ્લામાં ૧, ગીર સોમનાથ, ગાંધીનગર, રાજકોટ શહેર અને જિલ્લા, વડોદરા શહેર માં ૧-૧ મોત નોંધાયા છે.
અમદાવાદમાં આજે ૧૫૩ અને જિલ્લાના ૨૨ સાથે ૧૭૫ કોરોનાના કેસ નોંધાયા છે. આજે અમદાવાદ શહેરમાં ૩ મોત સાથે કુલ મૃત્યુઆંક અમદાવાદમાં ૧૭૫૫ નોંધાયા છે. સુરત શહેરમાં કોરોના આજે ૧૭૩ અને જિલ્લામાં ૧૦૫ સાથે ૨૭૮ કેસ નોંધાતા કુલ કોરોના સંક્રમિતનો આંકડો શહેરમાં ૨૩૯૮૫ છે. જ્યારે આજે ૫ મોત નોંધાતા કુલ મૃત્યુઆંક ૬૯૨ થયો છે. વડોદરા શહેરમાં ૮૪ અને જિલ્લામાં ૩૯ સાથે ૧૨૩ કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં કોરોના સંક્રમિતનો આંકડો ૯૬૯૪ પહોંચ્યો છે. આજે ૧ મોત નોંધાતા કોરોનાના કુલ મૃત્યુઆંક ૧૪૯ પર પહોંચ્યો છે. રાજકોટ શહેરમાં ૯૫ અને જિલ્લામાં ૫૧ સાથે કોરોનાના ૧૪૬ કેસ નોંધાયા છે. આ સાથે રાજકોટમાં કુલ કોરોના સંક્રમિતનો આંકડો ૩૫૪૬ પહોંચ્યો છે. આજે વધુ ૨ મોત સાથે રાજકોટમાં કુલ મૃત્યુઆંક ૧૦૯ થયો છે.SSS