Western Times News

Gujarati News

છેલ્લાં ૭ વર્ષમાં અંદાજે ૧૦ લાખ મહિલાઓને ૧૮૧ અભયમ હેલ્પલાઇને મદદ કરી

ગુજરાતની મહિલાઓને અભય બનાવતી ૧૮૧ અભયમ -છેલ્લાં ૭ વર્ષમાં અંદાજે ૧૦ લાખ મહિલાઓને સેવા આપી ૧૮૧ અભયમ હેલ્પલાઇન ખરા અર્થમાં મહિલાઓ માટે સંકટ સમયની સાથી બની

(માહિતી) અમદાવાદ, ૧૮૧ અભયમ હેલ્પલાઇન, આ નંબર છે નિડરતાનો અને મહિલાઓની સુરક્ષાનો. ઘરેલું હિંસા, શારિરીક, માનસિક કે જાતિય સતામણી કોઇપણ પ્રકારની તકલીફમાં સુરક્ષાનું ચક્ર બનીને ૨૪ કલાક કાર્યરત રહે છે ૧૮૧ અભયમ હેલ્પલાઇન.

ગુજરાતની મહિલાઓને અભય બનાવવા રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૪માં પાઇલોટ પ્રોજેક્ટ ત્યારબાદ વર્ષ ૨૦૧૫માં ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજવ્યાપી શરૂ કરેલા આ પ્રોજેક્ટને આજે સફળતાપૂર્વક ૭ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. છેલ્લાં ૭ વર્ષમાં ૧૦ લાખથી વધુ મહિલાઓને સેવા આપી ૧૮૧ અભયમ હેલ્પલાઇન ખરા અર્થમાં મહિલાઓ માટે હેલ્પફૂલ તેમજ સંકટ સમયની સાથી સાબિત બની છે.

આજની નારી દરેક ક્ષેત્રમાં સિદ્ધિ હાંસિલ કરી સફળતાના શિખરો સર કરી રહી છે. આજે મહિલા સ્વતંત્ર રીતે જીવન જીવી પોતાનાં સ્વપનાઓ સાકાર કરી રહી છે. પરંતુ ઘણીવાર રૂઢીગત માન્યતાઓ અન જૂનવાણી વિચારસરણી મહિલાની મુસીબતનું કારણ પણ બનતા હોય છે. આવા સમયમાં મુસીબતમાં પડેલી મહિલા શું કરે ?

કોની પાસે જાય ? આ તમામ પશ્નોના સમાઘાન માટે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ અને ય્ફદ્ભ- ઈસ્ઇૈં દ્વારા સંકલિત રીતે ૧૮૧ અભયમ હેલ્પલાઇન કાર્યકરત છે. જેના થકી શારીરિક-માનસિક રીતે પીડિત મહિલાઓ ગમે તે સમયે ગમે તે સ્થિતિમાં ત્વરિત સહાય મેળવી શકે છે.

મહિલાઓની સુરક્ષા માટે ‘અભયમ’ યોજના શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. વર્ષ ૨૦૧૪માં અભિયાનની અમદાવાદમાં શરૂઆત કરવામાં આવી હતી. શરૂઆતમાં અમદાવાદમાં પાયલોટ પ્રોજેકટ હતો. જે સફળ થતાં સમગ્ર રાજ્યભરમાં વર્ષ ૨૦૧૫માં આ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગુજરાતનું મોડલ જાેઈને અનેક રાજ્યોએ પણ આ પ્રોજેકટ શરૂ કર્યો.

આ હેલ્પલાઇનનો મુખ્ય ઉદ્દેશ શારીરિક, જાતીય, માનસિક કે આર્થિક કોઇપણ બાબતમા સતામણી, હિંસા કે અન્યાય બાબતે. સ્ત્રી ભ્રુણ હત્યા, સાયબર ગુનાઓ, લગ્ન જીવન અને અન્ય સંબંધોના વિખવાદો, તેમજ કાનૂની જાેગવાઇઓની પ્રાથમિક માહિતી ઉપરાંત અન્ય પ્રકારની મુસીબતમાંથી રેસ્ક્યુ કરીને સલામત કરવાનો છે.

આ સેવાના માધ્યમથી મહિલાને તાત્કાલિક બચાવ, મદદ ફોન પર માર્ગદર્શન તેમજ લાંબા અને ટૂંકાગાળાના કાઉન્સેલિંગ જેવી સેવા થકી હકારાત્મક રીતે મહિલાઓની જે તે સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે છે.

આ સેવાનો લાભ રાજ્યની કોઇપણ કન્યા, યુવતિ કે મહિલા લઇ શકે છે. મહિલાને મદદરૂપ થવા ઇચ્છતો કોઇપણ પુરુષ આ સેવાનો ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત રાજ્યમાં હિંસાનો ભોગ બનેલી અન્ય રાજ્યની મહિલા પણ આ સેવાનો લાભ લઇ શકે છે.

અભયમ મહિલા હેલ્પ લાઇનની પ્રશંસનીય કામગીરી ઃ- ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા ફેબ્રુઆરી ૨૦૧૪થી ૭ જાન્યુઆરી ૨૦૨૨ સુધીની કામગીરીની વિગતો વિશે ચીફ ઓપરેટીંગ ઓફિસર, જશવંત પ્રજાપતિ એ જણાવ્યું કે, ટુંકા સમયગાળામાં જ ૯,૯૦,૩૨૩ કરતાં વધારે મહિલાઓને વિકટ પરિસ્થિતિમાં કાઉન્સિલિંગ, બચાવ, માર્ગદર્શન અને માહિતી મેળવવા માટે ૧૮૧ હેલ્પ લાઇનની મદદ લીધી છે.

આ ઉપરાંત તાકિદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર જઇને ૨,૦૩,૨૨૫ જેટલા મહિલાને કાઉન્સીલિંગ કરીને મદદ પુરી પાડી છે. એટલું જ નહીં, ૧,૨૬,૪૭૩ જેટલી પીડિત મહિલાના કિસ્સામાં સ્થળ ઉપર જ સમસ્યાનું સમાધાન કરી કેસનો નિકાલ પણ કર્યો છે.

જિલ્લાઓ ખાતે ૨૪ કલાક કાર્યરત ૧૮૧ મહિલા હેલ્પલાઇનની ૪૭ રેસક્યું વાનના કાઉન્સિલરને પીડિત મહિલાની ગંભીર પ્રકારની સમસ્યા ધ્યાને આવતા મહિલાને સુરક્ષા અને લાંબા ગાળાના કાઉન્સિલિંગની સેવાઓ મળી રહે તે હેતુથી ૬૧,૪૪૩ જેટલી મહિલાઓને રેસક્યું કરીને પોલીસ સ્ટેશન સેન્ટર, હોસ્પિટલ, નારિગૃહ, વૃદ્ધાશ્રમ, ફેમેલી કાઉન્સિલિંગ સેન્ટર, નારી અદાલત વગેરે જેવી સંસ્થાઓ સુધી પહોચાડી પીડિતને સાચા અર્થમાં સુરક્ષા પુરી પાડી છે.

રાજ્યની મહિલાને મુશ્કેલીની સ્થિતિમાં ઝડપથી ત્વરિત મદદ મળી રહે તે માટે અદ્યતન ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને સમગ્ર ભારતમાં પહેલી કહી શકાય તેવી ઇન્ટિગ્રેટેડ ૧૮૧ અભયમ મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે. ૧૮૧ અભયમ મોબાઈલ એપ્લિકેશનનું ટૂંકા સમયગાળામાં ૧,૩૨,૮૨૭ કરતાં વધારે મહિલાઓ દ્વારા રજીસ્ટ્રેશન કરી પોતાની સેફ્ટી માટે મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે.

૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં કાર્યરત પોલીસ એક્શન ડેસ્ક દ્વારા ૨૧,૬૯૩ જેટલા બિન જરૂરી ફોન કોલ કે મેસેજ દ્વારા મહિલાની પજવણીના કેસમાં પોલીસ સ્ટેશનને ગયા વગર ઘેર બેઠા સમસ્યાના નિરાકરણ માટે ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં અદ્યતન ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને પોલીસ એક્શન ડેસ્ક દ્વારા સતત ફોલોઅપ કરીને પીડિત મહિલાની સમસ્યાનું સફળતા પૂર્વક નિરાકરણ લાવવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.