છેલ્લાં 2 વર્ષમાં ભારતીય નાણાંકીય સેવાઓના ક્ષેત્રમાં ખાનગી કંપનીનું સૌથી મોટું મર્જર થયું
SMFGએ ફૂલર્ટોન ઇન્ડિયામાં 74.9 ટકા હિસ્સાની ખરીદી પૂર્ણ કરી
સુમિતોમો મિત્સુઈ ફાઇનાન્શિયલ ગ્રૂપ, ઇન્ક. (“SMFG”)એ 30 નવેમ્બર, 2021ના રોજ ફૂલર્ટોન ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ (“FFH”) પાસેથી ફૂલર્ટોન ઇન્ડિયા ક્રેડિટ કંપની લિમિટેડ (“ફૂલર્ટોન ઇન્ડિયા”)માં 74.9 ટકા હિસ્સાની ખરીદી પૂર્ણ કરી હતી. આ ખરીદીની પ્રક્રિયા પૂર્ણ થયા પછી ફૂલર્ટોન ઇન્ડિયા SMFGની સંગઠિત પેટાકંપની બની છે. SMFG સમયની સાથે ફૂલર્ટોન ઇન્ડિયાના 100 ટકા હિસ્સાની ખરીદી કરશે.
આ નાણાકીય વ્યવહાર છેલ્લાં 2 વર્ષમાં ભારતીય નાણાંકીય સેવાઓના ક્ષેત્રમાં ખાનગી કંપનીનું સૌથી મોટું M&A (મર્જર એન્ડ એક્વિઝિશન) છે અને ભારતીય બજારમાં પ્રવેશ કરતાં જાપાનીઝ ઉદ્યોગસાહસ દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું ઇનબાઉન્ડ કન્ટ્રોલ એક્વિઝિશન છે.
આ એક્વિઝિશન SMFGને 698 શાખાઓ દ્વારા સમગ્ર ભારતમાં 25 રાજ્યો, 600 શહેરો અને 58,000+ ગામડાઓની સુલભતા આપશે. આ એશિયન ઉપભોક્તા અને MSME ધિરાણમાં SMFGને અગ્રેસર કરશે તથા ફૂલર્ટોન ઇન્ડિયાના પ્લેટફોર્મના શ્રેષ્ઠ કોર્પોરેટ વહીવટ, જોખમના વ્યવસ્થાપન, નાણાકીય પ્રવાહિતતાના વિવેકાધિન વ્યવસ્થાપન, ઝડપી ટેકનોલોજી અને અદ્યતન એનાલીટિક્સની ક્ષમતાની પુષ્ટિ કરે છે.
આ નાણાકીય વ્યવહારના ભાગરૂપે ફૂલર્ટોન ઇન્ડિયાનું બોર્ડ ફરી રચાશે, જેમાં શ્રી નોબુયુકી કાવાબાતા, શ્રી રાજીવ વીરાવલ્લી કન્નન, શ્રી હોંગ પિંગ યીઓ, શ્રી અનિન્દો મુખર્જી, શ્રી શાંતનુ મિત્રા, શ્રી શિરિષ મોરેશ્વર આપ્ટે, ડો. મિલાન રોબર્ટ શુસ્ટર અને સુશ્રી સુધા પિલ્લઈ સામેલ હશે. ફૂલર્ટોન ઇડિયાના મેનેજમેન્ટની ટીમ ફૂલર્ટોન ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ શ્રી મિત્રાની લીડરશિપ હેઠળ કામ કરવાનુ જાળવી રાખશે.
SMFGના પ્રેસિડન્ટ અને ગ્રૂપ સીઇઓ શ્રી જુન ઓહતાએ કહ્યું હતું કે, “અમને SMFGની મેમ્બર અને ભારતમાં અમારા બિઝનેસ પાર્ટનર તરીકે ફૂલર્ટોન ઇન્ડિયાને આવકારવાની ખુશી છે. દેશના વિકાસનો પાયો એના કોર્પોરેટની વૃદ્ધિની સાથે એના નાગરિકોનો વિકાસ છે –
ફૂલર્ટોન ઇન્ડિયા ભારત માટે અમારી લાંબા ગાળાની વ્યૂહરચનાને સુસંગત રીતે સર્વસમાવેશક વૃદ્ધિને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.”શ્રી ઓહતાએ ઉમેર્યું હતું કે,“અમે શ્રી શાંતનુ મિત્રાની આગેવાનીમાં ફૂલર્ટોન ઇન્ડિયા મેનેજમેન્ટ ટીમ સાથે કામ કરવા આતુર છીએ તથા અમને ખાતરી છે કે,
અમે ફૂલર્ટોન ઇન્ડિયાના પ્લેટફોર્મની સંભાવના હાંસલ કરી શકીશું તેમજ SMFGઅને ફૂલર્ટોન ઇન્ડિયા વચ્ચે સમન્વય દ્વારા નોંધપાત્ર મૂલ્યનું સર્જન કરીશું. SMFG અમારા કસ્ટમર નેટવર્કનો ઉપયોગ કરીને અને ફંડિંગ સપોર્ટ દ્વારા ફૂલર્ટોન ઇન્ડિયાની વૃદ્ધિયોજનાને ટેકો આપવા કટિબદ્ધ છે.”
FFHના સીઇઓ શ્રી હોંગ પિંગ યીઓએ કહ્યું હતું કે, “FFH નાણાકીય સેવાઓમાં અગ્રણી એશિયન ઓપરેટર રોકાણકાર છે, જે સામૂહિક બજારના ઉપભોક્તાઓ અને MSMEs માટે નાણાકીય સર્વસમાવેશકતાને પ્રોત્સાહન આપે છે. અમે SMFG સાથે જોડાણ કરીને ખુશ છીએ,
જે અમારી જેમ વિશિષ્ટ નાણાકીય ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરવના, ગ્રાહકોને સક્ષમ બનાવવા અને હિતધારક માટે બહોળી અસર ઊભી કરવા કટિબદ્ધ છે. અમારું માનવું છે કે, SMFGનો વિકાસશીલ બજારોમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફ્રેન્ચાઇઝી અને ડિજિટલ પ્લેટફોર્મ ઊભું કરવાનો અનુભવ ફૂલર્ટોન ઇન્ડિયાની સફરના આગામી તબક્કામાં કિંમતી છે. સાથે સાથે FFH મહત્વપૂર્ણ આંશિક હિતધારક તરીકે SMFG સાથે કામ કરવાથી સરળ અને સફળ પરિવર્તન સુનિશ્ચિત થશે.”
ફૂલર્ટોન ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ શ્રી શાંતનુ મિત્રાએ કહ્યું હતું કે,“ઝડપી રસીકરણ અને કોવિડ ઇન્ફેક્શન દરમાં સતત ઘટાડા સાથે અમે ભારતમાં આર્થિક પ્રવૃત્તિઓમાં ઊંચા સુધારાને જોઈએ છીએ. ધિરાણની માગમાં સ્થિર વધારો થઈ રહ્યો છે અને લોનમાં ઊંચી વૃદ્ધિ થઈ રહી છે.
ઉપરાંત પોર્ટફોલિયોની ગુણવત્તા પણ સુધારાના પ્રોત્સાહનજનક સંકેતો દર્શાવે છે.”શ્રી મિત્રાએ ઉમેર્યું હતું કે,“શેરધારકો તરીકે બે પ્રતિષ્ઠિત બહુરાષ્ટ્રીય ગૃહોના સાથસહકાર સાથે ફૂલર્ટોન ઇન્ડિયા ભારતીય બજારમાં વૃદ્ધિનો લાભ લેવા અને ફ્રેન્ચાઇઝીને વધારે મજબૂત કરવાની સારી સ્થિતિમાં છે.”