છેલ્લા એક મહિનામાં 50 હજાર કરતા પણ વધારે લોકો બ્રિટનથી ભારત આવ્યા, તમામ લોકોનો ટેસ્ટ થશે
નવી દિલ્હી, હમણા થોડા સમયથી કોરોના વાયરસનો પ્રકોપ ઓછો થતા લોકોએ માંડ રાહતનો શ્વાસ લીધો હતો. તેમજ લોકોનું જીવન જ્યાં ફરીથી પાટા ઉપર ચડી રહ્યું હતું. તેવામાં બ્રિટનમાં કરોરોના વાયરસનું નવુ રુપ સામે આવ્યું અને ફરીથી બધું ખેરવાઇ ગયું. દુનિયાભરમાં ભયનો માહોલ ઉભો થયો છે. આ જ રીતે કોરોનાના નવા સ્વરુપે ભારતની ચિંતા પણ વધારી છે. ભારત સરકારે સાવધાનીના ભાગરુપે અન્ય દેશોની માફક બ્રિટનથી આવનારી તમામ ફ્લાઇટો ઉપર પ્રતિબંધ લગાવ્યો છે.
આ સિવાય સાવધાનીના ભાગ રુપે ભારત સરકારે છેલ્લા એક મહિનાની અંદર બ્રિટનથી ભારત આવેલા લોકોની યાદી તૈયાર કરી છે. જેને તમામ રાજ્યોને પણ આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે લોકોને વિશ્વાસ આપતા કહ્યું છે કે ડરવાની જરુર નથી, સરકાર યોગ્ય દિશામાં કામ કરી રહી છે.
ભારત સરકારના આંકડા પ્રમાણે એક મહિનાની અંદર કુલ 50,832 લેકો બ્રિટનથી ભારત આવ્યા છે. જેમાં સૌથા વધારે 16,281 લોકો દિલ્હીમાં આવ્યા છે. બ્રિટનથી આવેલા આ તમામ લોકોની શોધખોળ શરુ છે. સરકાર આવા તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરશે અને સુનિશ્ચિત કરશે કે આ લોકોમાં કોરોનાનું નવુ સ્વરુપ તો નથી ને.
કોરોનાનો નવો સ્ટ્રેન જે બ્રિટનમાંથી મળ્યો છે. તેઘણો ખતરનાક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ નવો વાયરસ પહેલા કરતા 70 ટકા વધારે ચેપી છે. તે જે ઝડપથી ફેલાઇ રહ્યો છએ, તે જોતા તેને સુપર સ્પ્રેડર તરીકે ઓળખાય રહ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા પ્રમાણે કોરોના વાયરસનું આ નવું સ્વરુપ દક્ષિઁ પૂર્વ ઇંગલેન્ડમાંથી શરુ થયું છે. ડિસેમ્બરમાં સંશોધકોના ધ્યાનમાં આ નવું સ્વરુપ આવ્યું છે. નવા સ્ટ્રેન સાથેનો આ વાયરસ ભારતમાં ના ફેલાય તે માટે સરકાર આ બધા પગલા લઇ રહી છે.