છેલ્લા ચાર દિવસથી પાણી માટે વલખાં મારતા નિકોરાના ગ્રામજનોનો પંચાયત પર હલ્લાબોલ

પ્રતિકાત્મક
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ તાલુકાના નિકોરા ગામે છેલ્લા ચાર દિવસથી પાની નહીં આવતા હરસિધ્ધિ ફળિયું નવી નવીનગરી આહીર ફળિયું મજીદફરીયુ સહિતના વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી પાણી નહીં આવવાથી વહેલી સવારે આ વિસ્તારના લોકોએ ગામ પંચાયત ઓફિસ ઉપર હલ્લાબોલ કર્યો હતો.
જાેકે ગામ પંચાયત ઓફિસ પર પણ તલાટી અને સરપંચ હાજર ન હોવાથી તેઓ નિરાશ થવું પડ્યું હતું.ગામ પંચાયતના સરપંચને અને ગામ પંચાયત તલાટીને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ છેલ્લા ચાર દિવસથી કોઈ જ પ્રકારનું નિરાકરણ ન આવતા
આખરે આજે ગ્રામજનોએ ગામ પંચાયત ઓફિસે હલ્લાબોલ કરતા ગામ પંચાયત ઓફિસે પણ કોઈ નજરે ના પડતા તેઓ નિરાશ થવું પડ્યું હતું.જાેકે થોડો સમય પછી ગામ પંચાયતના સરપંચ સ્થળ ઉપર પહોંચતા જ તેઓએ વહેલી તકે પાણી મળશે તેવી બાંહેધરી પણ આપી હતી.
છેલ્લા ચાર દિવસથી પાણી નહીં મળતા ગ્રામજનોમાં ભારે આક્રોશ જાેવા મળ્યો હતો.મહિલાઓ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ગ્રામ પંચાયત ઓફિસે પહોંચી ગ્રામ પંચાયત હાય હાય ના નારા પણ લગાવ્યા હતા.ગામ પંચાયત સરપંચ અને તલાટીને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ તેઓ દ્વારા પાઈપ લાઈનનું કામકાજ ચાલી રહ્યું છે.
આવા જવાબો આપી ગામ લોકોને છેલ્લા ચાર દિવસથી પાઈપ લાઈનનું કામકાજ ચાલુ છે.આવા જવાબો મળતાં ગ્રામજનોમાં ભારે આક્રોશ જાેવા મળ્યો હતો.