Western Times News

Gujarati News

છેલ્લા ચોવીસ કલાકમાં ૨૨,૮૯૦ નવા કેસ,૩૩૮ દર્દીઓના મોત

Files Photo

નવીદિલ્હી, દેશમાં કોરોના સંક્રમણનું જાેર ઘટતું હોય એવું લાગી રહ્યું છે હવે રોજેરોજ સામે આવતા સંક્રમિત દર્દીઓના આંકડા ૨૫ હજારથી નીચે નોંધાઇ રહ્યો છે.બીજી તરફ કુલ સંક્રમિતોની સંખ્યા ૧ કરોડની નજીક પહોંચી કેસો નોંધાયા છે આ ઉપરાંત કોવિડ ૧૯ના કારણે ૩૩૯ દર્દીઓએ પોતાના જીવન ગુમાવ્યા છે દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્ય વધીને ૯૯,૭૯,૪૪૭ થઇ ગઇ છે.
આ ઉપરાંત દેશમાં કોવિડ ૧૯ની મહામારી સામે લડીને ૯૫ લાખ ૨૦ હજાર ૮૨૭ લોકો સાજા થઇ ચુકયા છે ૨૪ કલાકમાં ૩૧,૦૮૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે હાલમાં ૩.૧૩.૮૩૧ એકિટવ કેસો છે દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૪૪,૭૮૯ લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ ૧૭ ડિસેમ્બર સુધીમાં ભારતમાં કુલ ૧૫,૮૯,૬૪૬ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતની વાત કરીએ તો ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૧૧૫ કેસ નોંધાયા છે જેની સામે ૧૩૦૫ દર્દીઓ સાજા થયા ચે ૨૪ કલાકમાં રાજયમાં કોવિડ ૧૯ના કારણે આઠ દર્દીઓના મોત થયા છે રાજયમાં કુલ મૃત્યુ આંક ૪૨૧૧ થયો છે.રાજયમાં કોરોનાના કુલ કેસ ૨,૩૨,૧૮૮ નોંધાયા છે જેમાંથી એકિટવ કેસ ૧૨,૪૪૯ છે. રાજયમાં સાજા થવાનો દર ૯૨,.૮૨ ટકા છે.

રાજયમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ શહેરમાં ૨૨૪,અમદાવાદ જિલ્લામાં ૮,સુરત શહેરમાં ૧૩૮,સુરત જીલ્લામાં ૩૧ વડોદરા શહેરમાં ૧૦૩,વડોદરા જીલ્લામાં ૪૧ રાજકોટ શહેરમાં ૧૦૧,રાજકોટ જીલ્લામાં ૨૮,ગંધીનગર શહેરાં ૨૦ ગાંધીનગર જીલ્લામાં ૨૯ મહેસાણામાં ૫૦ પંચમહાલમાં ૩૦ ભાવનગરમાં ૨૭ કચ્છમાં ૨૩ અમરેલી ભરૂચમાં ૨૨ ખેસડા સાંબરકાંઠા સુરેન્દ્રનગરમાં ૧૯-૧૯ સહિત કુલ ૧૧૧૫ કેસ નોંદાયા છેે. ગુજરાતમાં ૨૪ કાકમાં કોરોનાના કારણે ૮ દર્દીઓના મોત થયા છે જેમાં અમદાવાદમાં ચાર સુરતમાં ત્રણ જયારે બોટાદમાં એક દર્દીનું મોત થયું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.