છેલ્લા ચોવીસ કલાકમાં ૩૫,૫૫૧ નવા દર્દી,૫૨૬ના મોત નિપજયાં

Files Photo
નવીદિલ્હી, દેશ અને દુનિયામાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યાં છે જયારે ભારતમાં દૈનિક મામલામાં ચઢાવ ઉતાર જાેવા મળી રહ્યો છે.મંગળવારે જયાં મામલામાં કમી આવી તો બુધવારે તેમાં વધારો થયો.હવે ગુરૂવારે મામલામાં સામાન્ય ઘટાડો નોંધાયો ગુરૂવારે વાયરસના ૩૫,૫૫૧ દર્દી સંક્રમિત થયા છે. જયારે બુધવારે આ સંખ્યા ૩૬,૬૦૪ હતી આ દરમિયાન ૫૨૬ લોકોના મોત નિપજયા હતાં. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધી ૯૫ લાખને પાર કરી ગઇ છે.જયારે દુનિયામાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૬,૪૮,૪૪,૭૧૧ પર પહોંચી ગઇ છે.વાયરસથી ૧૪,૯૯,૩૪૬ દર્દીના મોત થયા છે જયારે ૪,૪૯,૪૧,૪૮૧ લોકો વાયરસને પરાજય આપી ઘરે પરત ફર્યા છે.
છત્તીસગઢમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬૪૮ લોકોમાં કોરોના વાયરસના સંક્રમણની પુષ્ટી થઇ છે.રાજયમાં આ વાયરસથી સંક્રમિત થયેલા લોકોની સંખ્યા ૨,૪૦,૮૬૩ થઇ ગઇ છે. રાજયમાં બુધવારે ૧૬૧ લોકોને સંક્રમણ મુકત થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજયમાં સંક્રમણના કારણે ૨૧ દર્દીઓના મોત થયા છે.દેશમાં કુલ ૧,૩૮,૬૪૮ લોકોના મોત થયા છે.HS