છેલ્લા ચોવીસ કલાકમાં ૬૦,૯૭૫ કોરોનાના નવા કેસ
નવીદિલ્હી, ભારતમાં કોવિડ ૧૯ના મામલા ૩૧ લાખના આંકડાને પાર કરી ચુકયા છે આજે ૬૦,૯૭૫ નવા મામલા સામે આવ્યા પરંતુ સારી વાત એ છે કે સંક્રમણથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા ૨૪ લાખથી વધુ થઇ ગઇ છે અને તપાસમાં તેજી આવી છે. આજે સવારે જારી કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૮૪૮ લોકોના મોત થવાની સાથે મૃતકોની સંખ્યા વધીને ૫૮,૩૯૦ થઇ ગઇ છે દેશમાં સંક્રમણના મામલા વધી ૩૧,૬૭,૩૨૪ થઇ ગયા છે જેમાંથી ૭,૦૪,૩૪૮ લોકોની સારવાર ચાલી રહી છે અને ૨૪,૦૪,૫૮૫ લોકો સારવાર બાદ ઠીક થઇ ગયા છે સંક્રમણના કુલ મામલામાં વિદેશી નાગરિકો પણ સામેલ છે. આંકડા અનુસાર દર્દીઓના સ્વસ્થ થવાનો દર વધી ૭૫.૯૨ ટકા થઇ ગયો છે જયારે મૃત દરમાં ઘટાડો આવ્યો છે અને આ ૧.૮૪ ટકાછે જયારે ૨૨.૨૪ ટકા દર્દીઓની હજુ સારવાર ચાલી રહી છે. ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ તરફથી જારી આંકડા અનુસાર દેશભરિમાં ૨૪ ઓગષ્ટ સુધી કુલ ૩,૬૮,૨૭,૫૦ નમુનાની તપાસ કરવામાં આવી જેમાંથી સોમવારે એક દિવસમાં ૯,૨૫,૩૮૩ નમુનાની તપાસ કરવામાં આવી.HS