Western Times News

Gujarati News

છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ દિપડા પકડાયા

અમદાવાદ: બગસરા પંથકમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોનો શિકાર કરી આંતક મચાવનાર સાત વર્ષના માનવભક્ષી દીપડાને તંત્રના શાર્પશૂટરો દ્વારા ઠાર મરાયા બાદ આ દીપડાનું જસાધાર એનીમલ કેર સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ કરી અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. બીજીબાજુ, માનવભક્ષી દિપડાની દહેશત બાદ હવે ઉના નજીક સીમાસી ગામની સીમમાંથી વધુ એક દિપડો પાંજરે પૂરાયો છે. વન વિભાગે દિપડાને જામવાળા એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડ્‌યો છે. છેલ્લા ત્રણ દિવસમાં અલગ અલગ વિસ્તારમાંથી ત્રણ જેટલા દિપડા પાંજરે પૂરાયા છે. જ્યારે ઉનાના વિદ્યાનગરમાં વનકર્મીના ઘરમાં દીપડો ઘૂસી ગયો હતો.

રાત્રે ૩ -૦૦ વાગ્યા આસપાસ ૧૦૮ની ટીમે ઘરમાં ઘૂસતા જોયો હતો. ઉનાના પોશ વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં દહેશત ફેલાઇ છે. ૧૦૮ દ્વારા પોલીસને બોલાવવામાં આવી હતી. પરંતુ દીપડો લોકોને જોઇને ભાગી ગયો હતો.

બગસરા પંથકમાં જે દિપડાએ પાંચ લોકોને મારી નાખ્યા, અનેક લોકો પર હુમલો કર્યો, પશુઓનું મારણ કર્યુ તે આદમખોર દીપડાને બુધવારે સાંજે વન વિભાગના શાર્પ શુટરોએ બે ગોળી ધરબી દઇ ઠાર કર્યા બાદ રાત્રે તેની લાશને પોસ્ટ મોર્ટમ માટે જસાધારના એનીમલ કેર સેન્ટરમાં ખસેડાઇ હતી.

જ્યાં ગુરુવારે ત્રણ ડોક્ટરની પેનલથી તેનુ પોસ્ટમોર્ટમ પૂર્ણ કર્યા બાદ અગ્નિદાહ  અપાયો હતો. જા કે, બગસરા, વિસાવદર, ધારીના સીમાડે દિપડાની સંખ્યા વધુ હોઇ વન વિભાગે દિપડાને પકડવા માટે ઓપરેશન યથાવત રખાયું છે.

શાર્પ શુટરોની ટીમ જુદા જુદા સ્થળે ગોઠવાયેલી રહેવાના બદલે જ્યાં પણ દિપડાનું લોકેશન મળશે ત્યાં દોડી જશે. વિસાવદરના ઘોડાસણમાં ગત બુધવારે એક તુવેરના ખેતરમાં દિપડાના સગડ જોવા મળ્યા હતા. વનવિભાગે તેને પકડવા માટે ખેતર ફરતે ઘેરો નાંખ્યો હતો. જો કે, દીપડો રાત્રે જ વનવિભાગને હાથ તાળી આપી કર્મીઓની નજર સામેથી જ છટકી ગયો હતો. ઉના નજીક સીમાસી ગામની સીમમાંથી વધુ એક દિપડો પાંજરે પૂરાયો છે. વન વિભાગે દિપડાને જામવાળા એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડ્‌યો છે.

છેલ્લા ત્રણ દિવસમાં અલગ અલગ વિસ્તારમાંથી ત્રણ જેટલા દિપડા પાંજરે પૂરાયા છે. જ્યારે ઉનાના વિદ્યાનગરમાં વનકર્મીના ઘરમાં દીપડો ઘૂસી ગયો હતો. આમ, અમરેલી અને તેની આસપાસના પંથકોમાં દિપડાઓના આંટાફેરા ગ્રામ્ય પંથકોમાં વધતી જતાં દિપડાનો મામલો હાલ ગરમાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.