છેલ્લા ત્રણ વર્ષમાં ર૮૭ કિડની દાનમાં મળી, દાતાઓ ઘટ્યા
(એજન્સી) અમદાવાદ, કિડની મેળવવા માટે વેઈટીંગ લીસ્ટ વધુને વધુ લાંબ થતુ જાય છેે. આ તરફ ગુજરાતમાં હજુય અંગદાનને લઈને જનજાગૃતિનો ભારોભાર અભાવ જાેવા મળીરહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં ર૮૭ કિડનીઓ જ દાનમાં મળી છે. સરવાળે દાતાઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.
ગુજરાતમાં કિડનીના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. ગંભીર બિમારીમાં પીડિત દર્દીઓની જ રૂરીયાત વધુ હોય છે. હોસ્પીટલમાં આજે કિડની મેળવવા માટેનુૃ વેઈટીંગ લીસ્ટ ઘણુ મોટુ છે.
આરોગ્ય વિભાગના મત, વર્ષ ર૦૧૮માં ૧ર૪ કિડની વર્ષ ર૦૧૯માં ૧૦૪ કીડની દાનમાં મળી હતી. જ્યારે વર્ષ ર૦ર૦માં પ૯ કિડની દાનમાં મળી હતી. આનો સીધો અર્થ એ થયો કે દાતાઓની સંખ્યામાં લગાતાર ઘટાડો નોંધાઈ રહ્યો છે. જાે કે મૃત વ્યક્તિની કિડની મેળવવા માટેની પ્રક્રિયા વધુ સરળ્ બનાવવા માટે સરકારે જી-ડીઓટી માર્ગદર્શિકા બનાવી છે.
આ ઉપરાંત તા.૧૭મી એપ્રિલ, ર૦૧૯ના રોજ કિડની રીસર્ચ ઈન્સ્ટીટ્યુટમાં સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનની રચના પણ કરવામાં આવી છે. આ હોસ્પીટલોની સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગનમાં નોંધણી કરાઈ છે. બ્રેઈન ડેડ દર્દીઓના પરિવારને અંગદાનની સમજ આપવામાં આવી રહી છે. વિવિધ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. તેમ છતાંયે હજુય લોકોમાં આ મુદ્દે સમજ કળવાઈ નથી.