છેલ્લા દોઢ વર્ષ થી વધુ સમયથી બંધ મોડાસા-નડિયાદ રેલ્વે શરૂ કરવા માંગ
જો 15 દિવસ માં રેલ્વે શરૂ નહિ કરાય તો નિવૃત કર્મચારીઓ અને સિનિયર સિટીઝનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે
(પ્રતિનિધિ)બાયડ, છેલ્લા દોઢ વર્ષ થી વધુ સમયથી બંધ મોડાસા-નડિયાદ રેલ્વે શરૂ કરવા ધનસુરા – અરવલ્લી જિલ્લા નિવૃત્ત કર્મચારી ઓ અને ધનસુરા સિનિયર સિટીઝન મંડળ દ્વારા માંગ કરવામાં આવી છે મોડાસા-નડિયાદ રેલ્વે છેલ્લા દોઢ વર્ષથી વધુ સમયથી બંધ છે.
હાલ લાખોના ખર્ચે શરૂ કરેલ રેલ્વેના પાટા અને સ્ટેશન ધુળ ખાય છે વર્ષો બાદ અરવલ્લી ના આ વિસ્તાર માં રેલ્વે આવી હતી કોરોના બાદ અંદાજે દોઢ વર્ષથી વધુ સમયથી આ રેલ બંધ છે આ રેલ્વે માં ગરીબ મધ્યમ વર્ગ અને નિવૃત કર્મચારીઓ સિનિયર સિટીઝન નડિયાદ-વડોદરા કામ હોય તો આરામથી બેસીને મુસાફરી કરી શકતા સીનિયર સિટીઝનો અને નિવૃત્ત કર્મચારી મંડળ એ માંગણી કરી છે કે આ રેલ્વે ને 15 દિવસમાં શરૂ કરવામાં આવે નહીતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રસ્તા રોકો કાર્યક્રમ આપવાની ફરજ પડશે નિવૃત્ત કર્મચારી મંડળ અને સિનિયર સિટીઝન મંડળ એ જિલ્લા કલેક્ટર શ્રી ને નમ્ર વિનંતી કરી છે કે આ રેલ્વે શરૂ થાય તો પેસેન્જર તેનો લાભ લઈ મુસાફરી કરી શકે.