છેલ્લા બે માસથી વિરપુર બસ સ્ટેન્ડનો શૌચાલયનો ખાર કુવો ઉભરાતો હોવા છતાં તંત્ર દ્વારા સફાઈ કરવામાં આવતી નથી
વિરપુર: વિરપુર બસ સ્ટેન્ડના જાહેર શૌચાલયની ગટર લાઇનનો ખાર કૂવો વ્યર્થ હોવાથી હાલ ના સમય પુરાવ્યો જયારે તેનું કનેક્શન આપેલ ગટર લાઇન ચોકઅપ થઈ જવાથી ગંદુ દુર્ગંધ વાડુ પ્રદૂષિત પાણી ઉભરાઈ આજુબાજુના વિસ્તારના જાહેર રોડ નીકળી ગયું હોવાથી બસ સ્ટેશનમા બસની રાહ જોઈ ઉભેલા મુસાફરો ત્રાહિમામ પોકારી ગયા છે છતાં તંત્ર દ્વારા તેને સાફસફાઈ કે કોઈ વિકલ્પ ના કરાવતા મુસાફરો અને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો
વિરપુર તાલુકાનું મુખ્ય મથક હોવા છતાં એસટી બસ સ્ટેન્ડ છેલ્લા બે માસથી ગટરનું ગંદુ મડમુત્ર બહાર નીકળી જાહેર રસ્તા પર આવી ગયું જેના કારણે બસ સ્ટેન્ડના વિસ્તારમાં ભારે દુર્ગંધ આવતી હોવાથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો તેમજ આ ગટરના ગંદા પાણીમાં અસહ્ય કીળા તેમજ જીવજંતુઓ પડી ગયા હોવાથી લોકોના સ્વાસ્થ સાથે ચેડા થઈ રહ્યા હોય તેમ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે ઉપરાંત ત્રણ માસ અગાઉ બસ સ્ટેન્ડના શૌચાલયની માટેનો ખાર કુવો કોઈ સંજોગોના કારણે પુરી દેવામાં આવ્યો હતો
બાદમાં શૌચાલયની પાઈપલાઈન વિરપુર ગ્રામ પંચાયત દ્વારા ગટર લાઈન બનાવી હતી તેમાં કનેક્શન આપી દેતા ગટર ઉભરાઈ જતાં જાહેર રોડ પર આવી જતાં અવર જવર કરનાર રાહદારીઓ તેમજ આજુબાજુના વિસ્તારમાંથી પસાર થઈ રહેલા પેસેન્જરોને દુર્ગંધ આવતી હોવાથી તેમજ મચ્છર,જેવા જીવાતોનુ પ્રમાણ વધી રહ્યું છે અને પ્રજા બીમાર પડી રહી છે જો વહેલી તકે ખાર કુવાને ખાલી તેમજ સાફસફાઈ નહીં કરવામાં આવે તો પ્લેગ ફાટી નીકળે તેવી દહેશત વ્યકત થઇ રહી છે