છેલ્લા બે વર્ષમાં રૂ. ૧૯૮.૩૦ કરોડનો વિદેશી દારૂ ઝડપાયો છે
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે નાણામંત્રી નીતિનભાઈ પટેલે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે અંદાજપત્ર રજૂ કર્યું છે. બજેટ ભાષણ પહેલા વિપક્ષના ધારાસભ્યો તરફથી સરકારના આકરા સવાલો પૂછવામાં આવ્યા હતા. સરકારના મંત્રીઓ તરફથી તેના જવાબો આપવામાં આવ્યા હતા. આવા લેખિત જવાબમાં સરકારે જણાવ્યું છે કે, રાજ્યમાં દરરોજ બળાત્કારની ચારથી વધુ ઘટના બને છે. આ ઉપરાંત રાજ્યમાં દરરોજ અપહરણની સાતથી વધારે ઘટના બને છે. રાજ્યમાં દરરોજ આત્મહત્યાના ૨૦ બનાવ બને છે.જેમાં
રાજ્યમાં રોજની સરેરાશ ૨ કરતા વધુ લૂંટની ઘટના. || રોજની ૩ ખૂનની અને ૩૦ ચોરીની ઘટના. || રોજની ૪ કરતા વધુ બળાત્કારની ઘટના.
રોજ ૭ અપહરણ, ૨૦ આત્મહત્યાની ઘટનાઓ બની. || રોજ ૫૭ અપમૃત્યુ અને ૩૭ આકસ્મિક મૃત્યુની ઘટના બની. || રાજ્યમાં છેલ્લા ૨ વર્ષમાં લૂંટની ૧,૫૨૦ ઘટના બની. || હત્યાની ૧,૯૪૪, ધાડની ૩૭૦ અને ચોરીની ૨૧,૯૯૫ ઘટના બની. || છેલ્લા બે વર્ષમાં બળાત્કારની ૩૦૯૫, અપહરણની ૪૮૨૯ ઘટના બની. || આત્મહત્યાના ૧૪૪૧૦, ઘરફોડના ૬,૧૯૦, રાયોટિંગના ૨,૫૮૯ બનાવો બન્યા. || આકસ્મિક મૃત્યુના ૨૭,૧૪૮, અપમૃત્યુના ૪૧,૪૯૩ બનાવો નોંધાયા. || રાજ્યમાં હત્યાના પ્રયાસની ૧૮,૫૨૩ ઘટના નોંધાઇ. || પોલીસ વિભાગે તમામ ઘટનાઓમાં માત્ર ૪,૦૪૩ આરોપીઓની ધરપકડ કરી.