છેલ્લા બે વર્ષ બધા માટે ઉતાર-ચડાવવાળા રહ્યા: શિલ્પા
મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી પોતાના બંને બાળકોને ખૂબ પ્રેમ કરે છે. વિઆન અને સમિષા પ્રત્યેનો પ્રેમ સોશિયલ મીડિયા પર દર્શાવામાં પણ શિલ્પા પાછી પાની નથી કરતી. અવારનવાર શિલ્પા ફેન્સ સાથે દીકરા અને દીકરીની સુંદર તસવીરો કે વિડીયો શેર કરતી રહી છે. હાલમાં જ શિલ્પાએ સમિષા અને વિઆન સાથેની સુંદર તસવીર શેર કરતાં કૃતજ્ઞતા વ્યક્ત કરતી નોટ લખી છે. શિલ્પા શેટ્ટીએ આ વર્ષથી નવો નિયમ પાળવાનું શરૂ કર્યું છે.
શિલ્પા તેના જીવનની દરેક નાની-મોટી બાબત જેના માટે તે કૃતજ્ઞ હશે તેનો ઉલ્લેખ કરશે. જેની શરૂઆત શિલ્પાએ દીકરા-દીકરીને ભેટતી તસવીર શેર કરવાથી કરી છે. શિલ્પાએ લખ્યું, “છેલ્લા બે વર્ષ આપણા બધા માટે ઉતાર-ચડાવવાળા રહ્યા હતા. આ વર્ષે હું મારા જીવનના નાના-મોટા તમામ આશીર્વાદ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીશ.
જેની શરૂઆત હું મારી જિંદગીના સૌથી અમૂલ્ય આશીર્વાદ ‘મારા બાળકો’ દ્વારા કરું છું. મારા આ બંને ટુકડા માટે હું હંમેશા કૃતજ્ઞ રહીશ. જણાવી દઈએ કે, ૨૦૨૧નું વર્ષ શિલ્પા શેટ્ટી અને તેના પરિવાર માટે ખૂબ મુશ્કેલ રહ્યું હતું. પોર્નોગ્રાફી કેસમાં શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી હતી.
બે મહિના સુધી જેલમાં રહ્યા બાદ રાજ કુંદ્રા જામીન પર મુક્ત થયો હતો. રાજ જામીન પર મુક્ત થયો ત્યારથી જાહેરમાં ખૂબ ઓછો જાેવા મળે છે. જેલમાંથી ઘરે આવ્યા બાદ રાજનું જાહેરમાં દેખાવાનું ખાસ્સું ઓછું થયું હતું. જાેકે, હવે ધીમે-ધીમે તે શિલ્પા સાથે વિવિધ સ્થળોએ જાેવા મળે છે.
દિવાળી વખતે રાજ-શિલ્પા અને તેમના બાળકો હિમાચલ પ્રદેશ ગયા હતા. અહીં રાજ અને શિલ્પાએ વિવિધ મંદિરોની મુલાકાત લીધી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. તો હાલમાં જ શિલ્પા પતિ રાજ કુંદ્રા સાથે શિરડી ગઈ હતી. સાંઈબાબાના દરબારનો વિડીયો શિલ્પાએ સોશિયલ મીડિયા પર શેર કરતાં લખ્યું હતું, “સબકા માલિક એક. શ્રદ્ધા અને સબૂરી.
ઓમ સાંઈ રામ. રાજ જેલમાંથી બહાર આવ્યા બાદ તેની સાથેની આ પહેલી પોસ્ટ શિલ્પાએ ઈન્સ્ટાગ્રામ પર મૂકી છે. ઉલ્લેખનીય છે કે, પોર્નોગ્રાફી કેસમાં જામીન પર મુક્ત થયેલા રાજ કુંદ્રાએ થોડા દિવસો પહેલા જ પોતાનો પક્ષ મૂક્યો હતો. તેણે કહ્યું હતું, મને અને કેસને લગતા અનેક ગેરમાર્ગે દોરતા નિવેદનો અને આર્ટિકલ બહાર આવી રહ્યા છે. આ તમામ બાબતો પર ચિંતન કરતા મને સમજાયું કે મારા મૌનને મારી નબળાઈ માનવામાં આવે છે. સૌથી પહેલા તો હું કહેવા માંગીશ કે હું ક્યારેય જીવનમાં પોર્નોગ્રાફીના પ્રોડક્શન અને વિતરણ સાથે સંકળાયેલો નહોતો.SSS