છેલ્લા વીસ વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી SOG ખેડા
પોલીસ અધિક્ષક ખેડા – નડીયાદ નાઓએ જિલ્લામાં નાસતા ફરતા આરોપી શોધી કાઢવા તેમજ ચાર્ટર સબંધી કામગીરી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને વી.કે.ખાંટ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. ખેડા – નડીયાદ નાઓની સુચના મુજબ સ્ટાફના અહેડકો સુભાષભાઇ , નિમેષકુમાર, મુકેશભાઇ હિતાર્થ મહેમદાવાદ પો.સ્ટે વિસ્તારમાં ચાર્ટર સબંધી પેટ્રોલીંગમાં હતા
દરમ્યાન પો.કો મુકેશભાઇ નાઓને અંગત બાતમીદારથી બાતમી મળેલ કે મહેમદાવાદ પો.સ્ટે . ફ.ગુ.ર.નં .૬૮ / ૦૧ ઇપીકો કલમ ૩૭૯,૧૧૪ મુજબના કામે નાસતા ફરતા આરોપી અરવિદભાઇ ઉર્ફે ઉદાભાઇ શંકરભાઇ દેવીપુજક રહે . કેસરા વાઘરીવાસ તા.મહેમદાવાદ જી.ખેડા નાઓ ખાત્રજ ચોકડી મહુધા તરફના રોડ ઉપર ઉભેલ હોય
જે આધારે ખાત્રજ ચોકડી ખાતે ઉપરોક્ત સ્ટાફ પહોંચી જઇ બાતમીદારના વર્ણન મુજબના ઇસમને કોર્ડન કરી રોકી અને પંચો રૂબરૂ નામઠામ પુછતા પોતાનું નામ અરવિદભાઇ ઉર્ફે ઉદાભાઇ શંકરભાઇ દેવીપુજક રહે . કેસરા વાઘરીવાસ તા.મહેમદાવાદ જણાવેલ હતું જેથી સદર ગુન્હાના કામે ખાત્રજ ચોકડી ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છેલ્લા વીસ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડેલ હોય આગળની વધુ તપાસ માટે મહેમદાવાદ પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે
.