છેલ્લા સાત દિવસથી રશિયા લવીવને સતત ટાર્ગેટ કરી રહ્યું છે

કીવ, રશિયન સેનાએ પશ્ચિમી યુક્રેનના શહેર લવીવ પર એર સ્ટ્રાઈક અને મિસાઈલથી હુમલા કર્યા છે. એક પછી એક હુમલાએ લવીવ શહેરને હચમચાવી નાંખ્યું. અહીં બે લાખ લોકોએ પોતાનું ઘર છોડીને ભાગવું પડ્યું. શરૂઆતમાં લવીવ શહેર પર રશિયાએ ઓછા હુમલા કર્યા હતા. પરંતુ છેલ્લા સાત દિવસથી રશિયા લવીવને સતત ટાર્ગેટ કરી રહ્યું છે.
યુક્રેનના રક્ષા મંત્રાલયે કહ્યું કે રશિયાએ લવીવમાં ક્રૂઝ મિસાઈલથી તેના સૈન્ય ઠેકાણાઓએ નિશાન બનાવ્યા છે. રશિયાએ લાંબા અંતરની મિસાઈલોથી લવીવની પાસે યુક્રેનની સેના દ્વારા ઉપયોગમાં લેવાતા એક ઈંધણ ડેપો પર હુમલો કર્યો. દાવો કરવામાં આવ્યો કે આ પ્લાન્ટનો ઉપયોગ એન્ટી એરક્રાફ્ટ સિસ્ટમ. રડાર સ્ટેશનો અને ટેંકોના સમારકામ માટે કરવામાં આવતો હતો.
યુક્રેન પર રશિયા હુમલાને લઈને બ્રિટીશ ઈન્ટેલિજન્સે મોટો ખુલાસો કર્યો. બ્રિટીશ ગુપ્તચર એજન્સી તરફથી કહેવામાં આવ્યું કે રશિયા પોતાના યુદ્ધ વિમાનોનો ઉપયોગ કરીને સતત હુમલા કરી રહ્યું છે. યુક્રેન તરફથી દાવો કરવામાં આવ્યો કે તેમણે રશિયાને મોટા હુમલા કરવાથી રોકી રાખ્યું છે. રશિયાની આઠ ટેંક. આઠ બખ્તરબંધ વાહન. ત્રણ કાર અને એક મોર્ટારને ધ્વસ્ત કર્યુ છે.અહીં ભય ફેલાઇ ગયો છે.HS