છેલ્લા ૧૩ દિવસથી વધતાં પેટ્રોલ-ડીઝલના ભાવે જનતાની કમર તોડી
અમદાવાદ: દેશભરમાં લોકડાઉન બાદ હવે જાહેર કરાયેલા અનલોક દરમિયાન પેટ્રોલ-ડિઝલની માગ પણ વધવા લાગી છે. જેને લઇને દેશમાં સતત ૧૩માં દિવસે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે. જેની સીધી અસર સામાન્ય જનતા પર પડી રહી છે. એક તરફ કોરોનાના સંકટ વચ્ચે લોકડાઉન દરમિયાન અનેક લોકો એવા છે જેમની નોકરી ગઈ છે. કેટલાકની આવક બંધ છે. તેવા સમયે પેટ્રોલ- ડીઝલના વધતા ભાવે લોકોની મુશ્કેલી વધારી દીધી છે.
પેટ્રોલની કિંમતમાં આજે ૫૬ પૈસા અને ડીઝલની કિંમતમાં આજે ૬૩ પૈસાનો વધારો થયો છે.પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે સામાન્ય જનતા માટે વાહન ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે. પેટ્રોલના ભાવમાં આજે ૫૬ પૈસા અને ડીઝલના ભાવમાં ૬૩ પૈસાનો વધારો થયો છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૧૩ દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૫૦થી ૬૦ પૈસાનો વધારો થઈ રહ્યો છે. આ સાથે જ રાજ્ય સરકારે પણ એક સાથે ૨ રૂપિયાનો વધારો ઝીંકી દીધો હતો.
આમ છેલ્લા ૧૩ દિવસમાં પેટ્રોલના ભાવમાં ૯.૧૧ રૂપિયાનો વધારો થયો છે. જ્યારે ડીઝલના ભાવમાં ૯.૬૭ રૂપિયાનો વધારો થયો છે. આજના ભાવની વાત કરીએ તો અમદાવાદમાં આજે પેટ્રોલનો ભાવ ૭૫.૯૦ રૂપિયાએ પહોંચી ગયો છે. તો બીજી તરફ ડીઝલનો ભાવ ૭૪.૪૭ રૂપિયાએ પહોંચી ગયો છે.