છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૭ નવા કેસ આવ્યા
ગાંધીનગર, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૭ કેસ નોંધાયા છે. તો આ દરમિયાન ૧ વ્યક્તિનું મૃત્યુ થયું છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૭ લોકો કોરોનાને માત આપી સાજા થયા છે. નવા કેસ સાથે રાજ્યમાં કુલ કોરોના કેસની સંખ્યા ૮ લાખ ૨૫ હજાર ૩૪૭ પર પહોંચી ગઈ છે. તો રાજ્યમાં અત્યાર સુધી ૧૦ હજાર ૮૦ લોકોના કોરોનાને લીધે નિધન થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી ૮૧૫૧૦૮ લોકો કોરોનાને માત આપી સાજા થયા છે.
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં દાહોદમાં ૫ કેસ સામે આવ્યા છે. તો સુરત જિલ્લામાં ૬ કેસ નોંધાયા છે. વડોદરામાં ૨ અને અમદાવાદ જિલ્લામાં પણ બે કેસ સામે આવ્યા છે. ગાંધીનગર અને કચ્છ જિલ્લામાં એક-એક કેસ નોંધાયો છે. તો જામનગર જિલ્લામાં એક વ્યક્તિનું નિધન થયું છે. ગુજરાતના ૨૭ જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી.
રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ૧૫૯ છે. જેમાં ૫ દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કુલ કોરોના કેસની સંખ્યા ૮ લાખ ૨૫ હજાર ૩૪૭ પર પહોંચી ગઈ છે. તો રાજ્યમાં અત્યાર સુધી ૧૦ હજાર ૮૦ લોકોના કોરોનાને લીધે નિધન થયા છે.
ગુજરાતમાં અત્યાર સુધી ૮૧૫૧૦૮ લોકો કોરોનાને માત આપી સાજા થયા છે. ગુજરાતનો રિકવરી રેટ ૯૮.૭૬ ટકા છે. તો રાજ્યમાં અત્યાર સુધી ૪ કરોડ ૩૯ લાખ ૭૮ હજાર ૪૧૩ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજાે ડોઝ સામેલ છે.SSS