છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૩ નવા કેસ આવ્યા
અમદાવાદ, રાજ્યમાં કોરોનાથી મોટી રાહત મળી રહી છે. નવા કેસ અને એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૩ કેસ નોંધાયા છે. તો આ દરમિયાન એકપણ મૃત્યુ થયું નથી. આ દરમિયાન ૧૦ લોકોએ કોરોનાને માત આપી છે. રાજ્યનો રિકવરી રેટ ૯૮.૭૬ ટકાએ પહોંચી ગયો છે.
રાજ્યમાં અત્યાર સુધી કોરોનાને કારણે ૧૦ હજાર ૮૧ લોકોના મૃત્યુ થયા છે. તો કોરોનાની સારવાર બાદ ૮ લાખ ૧૫ હજાર ૨૦૧ લોકો સાજા થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ ૮ લાખ ૨૫ હજાર ૪૩૫ કેસ નોંધાયા છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા કેસની વાત કરવામાં આવે તો વડોદરા જિલ્લામાં કુલ ૬ કેસ નોંધાયા છે. તો અમદાવાદ જિલ્લામાં ૪ કેસ સામે આવ્યા છે. સુરત જિલ્લામાં ૨ અને રાજકોટ જિલ્લામાં ૧ કેસ નોંધાયો છે. રાહતની વાત છે કે આજે એકપણ લોકોના મૃત્યુ થયા નથી. રાજ્યના ૨૯ જિલ્લા એવા છે જ્યાં કોરોનાનો એકપણ કેસ સામે આવ્યો નથી.
ગુજરાતમાં આજની તારીખે વાત કરવામાં આવે તો એક્ટિવ કેસની સંખ્યા માત્ર ૧૫૩ છે, જેમાં ચાર દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો અત્યાર સુધી ૧૦૦૮૧ લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યનો રિકવરી રેટ પણ ૯૮.૭૬ ટકાએ પહોંચી ગયો છે. તો રાજ્યમાં અત્યાર સુધી ૮ લાખ ૧૫ હજાર ૨૦૧ લોકો કોરોનાને માત આપી ચુક્યા છે.
ગુજરાતમાં રસીકરણ ઝુંબેશ પૂરજાેરથી ચાલી રહી છે. રાજ્યમાં આજે સાંજે ૪ કલાક સુધીમાં ૭ લાખ ૪૮ હજાર ૦૫૧ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધી ૪ કરોડ ૭૦ લાખ ૯ હજાર ૨૧૬ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજાે ડોઝ સામેલ છે.SSS