છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૨૦ કેસ નોંધાયા
ગાંધીનગર, ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૦ કેસ નોંધાયા છે. રાહતની વાત છે કે આ દરમિયાન એકપણ દર્દીના મૃત્યુ થયા નથી. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨ દર્દીઓ સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ કેસની સંખ્યા ૮ વાખ ૨૫ હજાર ૯૧૬ થઈ ગયા છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી ૧૦ હજાર ૮૨ લોકોના મૃત્યુ થયા છે.
તો કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી ૮ લાખ ૧૫ હજાર ૬૭૮ લોકો સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરત શહેરમાં સૌથી વધુ ૫ કેસ સામે આવ્યા છે. તો વલસાડમાં પાંચ કેસ, અમદાવાદ શહેરમાં ૪, ખેડામાં ૨, સુરત ગ્રામ્યમાં ૨ અને વડોદરામાં બે કેસ નોંધાયા છે.
ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા ૧૫૬ છે, જેમાં ૩ દર્દીઓ વેન્ટિલેટર પર છે અને ૧૫૩ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો રિકવરી રેટ ૯૮.૭૬ ટકાએ પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી ૧૦ હજાર ૮૨ લોકોના મૃત્યુ થયા છે. તો કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી ૮ લાખ ૧૫ હજાર ૬૭૮ લોકો સાજા થયા છે.
કોરોના સંક્રમણ સામે રક્ષણ મેળવવા માટે રાજ્યમાં રસીકરણ અભિયાન મોટા પાયે ચાલી રહ્યું છે. આજે સાંજે ૪ કલાક સુધીમાં કુલ ૨ લાખ ૩૨ હજાર ૪૭૬ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ ૬ કરોડ ૩ લાખ ૩૬ હજાર ૭૫૭ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજાે ડોઝ સામેલ છે.SSS