Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા કુલ ૨૦ કેસ સામે આવ્યા

ગાંધીનગર, ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના નવા ૨૦ કેસ સામે આવ્યા છે, આ દરમિયાન એક દર્દીનું મૃત્યુ થયુ છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૨ દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૮ લાખ ૨૬ હજાર ૮૦ થઈ ગઈ છે, તો કોરોનાને લીધે અત્યાર સુધી ૧૦ હજાર ૮૫ લોકોના મૃત્યુ થયા છે. કોરોનાની સારવાર બાદ રાજ્યમાં અત્યાર સુધી ૮ લાખ ૧૫ હજાર ૮૧૬ લોકો સાજા થયા છે.

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં નવસારીમાં ૪ દર્દીઓ નોંધાયા છે. તો સુરત શહેરમાં ૪ અને ગ્રામ્યમાં ૩ કેસ સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં ૩ કેસ નોંધાયા છે. વલસાડમાં નવા ત્રણ કેસ સામે આવ્યા છે. ખેડા જિલ્લામાં પણ નવા બે કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં એક નવો કેસ સામે આવ્યો છે. વલસાડ જિલ્લામાં એક દર્દીનું મૃત્યુ પણ થયું છે.

ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૧૭૯ છે, જેમાં ૪ દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી ૮૧૫૮૧૬ લોકો સાજા થયા છે. તો ૧૦ હજાર ૮૫ લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતનો રિકવરી રેટ ૯૮.૭૬ ટકા છે. ગુજરાતમાં અત્યાર સુધી ૮ લાખ ૧૫ હજાર ૮૧૬ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.

ગુજરાતમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે રસીકરણ અભિયાન પણ ખુબ ઝડપથી ચાલી રહ્યું છે. આજે સાંજે ૪ કલાક સુધીમાં ૪ લાખ ૭૨ હજાર ૭૩૯ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. તો અત્યાર સુધી ૬ કરોડ ૨૮ લાખ ૫૫ હજાર ૭૩૯ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે, જેમાં પ્રથમ અને બીજાે ડોઝ સામેલ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.