છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪૭,૬૩૮ નવા કેસ આવ્યા
નવીદિલ્હી, કોરોના વાયરસના દૈનિક મામલામાં ગઇકાલે વધારો થયા બાદ આજે ફરી મામલામાં ઘટાડો નોંધાયો ગત ૨૪ કલાકમાં સંક્રમણના ૪૭,૬૩૮ નવા મામલા સામે આવ્યા છે જયારે ગુરૂવારે ૫૦,૨૦૯ નવા મામલા નોંધાયા હતાં. જયારે આ મુદ્ત દરમિયાન વાયરસના કારણે ૬૭૦ દર્દીઓના મોત થયા છે આ માહિતી કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે.
મંત્રાલયના આંકડા અનુસાર ગત ૨૪ કલાકમાં કોવિડ ૧૯ના ૪૭,૬૩૮ નવા મામલા સામે આવ્યા છે જયારે આ દરમિયાન ૬૭૦ લોકોના મોત નિપજયા છે દેશમાં કોરોના સંક્રમિત થનારા લોકોની કુલ સંખ્યા ૮૪,૧૧,૭૨૪ થઇ ગઇ છે. દેશમાં કોરોના વાયરસથી ઠીક થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે દેશમાં સંક્રમણમુકત થનાર દર્દીઓની કુલ સંખ્યા ૭૭,૬૫,૯૬૬ છે ગત ૨૪ કલાકમાં ૫૪,૧૫૭ દર્દીઓએ વાયરને માત આપી છે અને હોસ્પિટલથી ઘરે પાછા ફર્યા છે.
નવા આંકડા અનુસાર દેશમાં સક્રિય મામલાની સંખ્યા છ લાખની નીચે બનેલ છે.સક્રિય મામલાની કુલ સંખ્યા ૫,૨૦,૭૭૩ છે જેમાં ગત ૨૪ કલાકમાં ૭,૧૮૯ની કમી થઇ છે જયારે દેશમાં અત્યાર સુધી કુલ ૧,૨૪,૯૮૫ લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે.HS