Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૧૯૪૭ કેસ નોંધાયા

ગાંધીનગર, રાજ્યમાં રાજ્યમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૧૯૪૭ કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાના કેસ ઘટ્યા છે પરંતુ મોત વધ્યા છે. આજે રાજ્યમાં રેકોર્ડબ્રેક ૩૩ મોત થયા છે.

રાજ્યમાં ૨૯મી જાન્યુઆરીના રોજ અમદાવદ શહેરમાં ૩૯૯૦, વડોદરા શહેરમાં ૧૮૧૬, રાજકોટ શહેરમાં ૭૧૬, સુરત શહેરમાં ૫૧૧, વડોદરા જિલ્લામાં ૪૪૧, સુરત જિલ્લામાં ૩૬૮, ગાંધીનગર શહેમરાં ૩૨૬, મહેસાણામાં ૩૧૩, પાટણમાં ૨૮૦, રાજકોટમાં ૨૬૬, કચ્છમાં ૨૬૩, જામનગર શહેરમાં ૨૧૪, ભરૂચમાં ૨૦૭, ભાવનગર શહેરમાં ૨૦૩, બનાસકાંઠામાં ૧૯૧, ગાંધીનગરમાં ૧૬૧, આણંદમાં ૧૫૧, વલસાડમાં ૧૫૧ નવા કેસ નોંધાયા છે.

ખેડામાં ૧૪૦, મોરબીમાં ૧૨૧, સાબરકાંઠામાં ૧૨૧, નવસારીમાં ૧૧૬, સુરેન્દ્રનગરમાં ૯૧, જામનગરમાં ૮૮, અમદાવાદ જિલ્લામાં ૭૬, પંચમહાલમાં ૭૫, તાપીમાં ૫૩, મહીસાગરમાં ૪૦, દાહોદ, જૂનાગઢ જિલ્લામાં ૩૯-૩૯, જૂનાગઢ શહેરમાં ૩૩, અમરેલી, ગીરસોમનાથમાં ૩૧-૩૧, ભાવનગરમાં ૨૭, નર્મદામાં ૨૪, દેવભૂમિ દ્વારકામાં ૨૨, છોટાઉદેપુરમાં ૧૬, અરવલ્લીમાં ૧૮૫, ડાંગમાં ૧૨, બોટાદમાં ૧૦, પોરબંદરમાં ૬, કુલ આજે ૧૧૭૯૪ કેસ નોંધાયા છે.

આજે રાજ્યમાં ત્રીજી લહેરના રેકોર્ડ બ્રેક ૩૩ મોત થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં ૭, વડોદરા શહેર, રાજકોટ શહેરમાં ૩-૩, સુરત શહેરમાં ૨, સુરત જિલ્લામાં ૩, રાજકોટમાં ૨, આણંદ, વલસાડમાં ૨-૨, ખેડામાં ૧, જામનગર, અમદાવાદ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં ૧-૧ મળી અને કુલ ૩૩ દર્દીઓનાં મોત થયા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.