છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૦,૦૩૫ નવા કેસ નોંધાયા
નવીદિલ્હી, દેશમાં કોરોના વાયરસના કહેર ગત કેટલાક દિવસોમાં ઓછો થઇ રહ્યો છે નવા મામલાની સાથે મૃતકોની સંખ્યામાં પણ કમી આવી છે ભારતમાં ગત ૨૪ કલાકમાં એટલે કે એક દિવસમાં ૨૦,૦૦૦ નવા કોવિડ ૧૯ કેસ દાખલ કરવામાં આવ્યા છે.આરોગ્ય મંત્રાલય તરફથી જારી નવા આંકડા અનુસાર ગત ચોવીસ કલાકમાં ૨૦,૦૩૫ નવા મામલા નોધાયા છે આ સાથે દેશમાં સંક્રમણના કુલ મામલાાં ૧.૦૨ કરોડ પહોંચી ગયા છે જયારે ગત ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૨૫૬ દર્દીન મોત થયા છે ભારતમાં અત્યાર સુધી ૧,૪૮,૯૯૪ લોકોના વાયરસને કારણે જીવ ગયા છે.
આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર ગત ચોવીસ કલાકમાં ૨૩,૧૮૧ લોકો કોરોના સંક્રમણથી મુકત થયા છે દેશમાં અત્યાર સુધી ૯૮,૮૩,૪૬૧ લાખ લોકો કોરોનાને પરાજય આપી ચુકયા છે રોજના આધાર પર દાખલ થનાર નવા કેસોની સરખામણીમાં ઠીક થનારા દર્દીઓની સંખ્યા વધુ છે. તેમાં એકટિવ કેસની સંખ્યામાં કમી આવી છે દેશમાં કોરોનાના એકિટવ કેસ ઘટી ૨.૫૧ લાખ રહી ગયા છે.જયારે દુનિયાભરમાં કોવિડની કુલ સંખ્યા ૮ કરોડથી ઉપર થઇ ચુકી છ. ૧૮ લાખથી વધુ લોકોના વાયરસના કારણે જાન ગયા છે દુનિયામાં એકિટવ કેસ ૩.૪૫ કરોડ છે.HS