Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૬૧૭ કેસ નોંધાયા

ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના નવા ૬૧૭ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૧૮૮૫ નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૦૨,૦૮૯ નવા કેસ નોંધાયા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને ૯૮.૫૬ ટકા થઇ ચુક્યો છે.

આજે કોરોનાના ૧,૭૮,૬૭૩ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. બીજી તરફ જાે એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં ૬૭૩૬ નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૫૩ નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે ૬૬૮૩ નાગરિકો સ્ટેબલ છે. ૧,૨૦૨૦૮૯ નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે ૧૦૮૭૪ નાગરિકોનાં કુલ મોત થયા છે. તો આજે કુલ ૧૦ નાગરિકોનાં આજે મોત થયા છે.

રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૧૫ને પ્રથમ અને ૯૦ ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૨૨૬૧ ને રસીનો પ્રથમ અને ૧૨૦૯૦ ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે.

૧૮-૪૫ વર્ષના નાગરિકો ૧૧૬૪૧ ને પ્રથમ અને ૫૧૩૩૩ ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૫થી ૧૮ વર્ષના નાગરિકો પૈકી ૧૦૩૮૨ ને પ્રથમ અને ૬૭૭૮૦ ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૨૩૦૮૧ ને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.