છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૩૧ કેસ નોંધાયા
અમદાવાદ, ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૩૧ નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન કોઈપણ મૃત્યુ નોંધાયુ નથી. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર બાદ ૨૧ લોકો સાજા થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાને લીધે કુલ ૧૦૯૪૪ લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાના કુલ ૧૨ લાખ ૨૪ હજાર ૫૯૪ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ ૧૨,૧૩,૪૬૭ લોકો સાજા થયા છે.
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં ૧૯ નોંધાયા છે. તો વડોદરામાં ૮ કેસ સામે આવ્યા છે. અમદાવાદ ગ્રામ્યમાં પણ એક કેસ નોંદાયો છે. આ સિવાય નવસારી, જામનગર અને સુરતમાં એક-એક કેસ સામે આવ્યો છે.
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૧૮૩ છે. જેમાં એક દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ ૧૨ લાખ ૧૩ હજાર ૪૬૭ લોકો સારવાર બાદ સાજા થયો છે. રાજ્યનો રિકવરી રેટ ૯૯.૦૯ ટકા છે. ગુજરાતમાં આજે કોરોના વેક્સીનના ૩૮૩૬૨ ડોઝ આપવામાં આવ્યા છે. આમ અત્યાર સુધી રાજ્યમાં કોરોના વેક્સીનના કુલ ૧૦ કરોડ ૮૨ લાખ ૮૬ હજાર ૫૦૯ ડોઝ આપવામાં આવ્યા છે.SSS