Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩.૫૨ લાખથી વધુ કેસ નોંધાયા

Files Photo

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. નવા કેસમાં રેકોર્ડબ્રેક વધારો થઈ રહ્યો છે. આ બધા વચ્ચે ભારતમાં આજે જે દૈનિક કેસ નોંધાયા તેણે અગાઉના તમામ રેકોર્ડ તોડ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩.૫૨ લાખથી વધુ કેસ નોંધાયા છે. એક જ દિવસમાં ૨૮૧૨ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩,૫૨,૯૯૧ નવા કોરોના દર્દીઓ નોંધાયા છે.

આ સાથે કુલ કેસની સંખ્યા ૧,૭૩,૧૩,૧૬૩ થઈ છે. જ્યારે એક જ દિવસમાં ૨,૧૯,૨૭૨ લોકો રિકવર થયા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ ૧,૪૩,૦૪,૩૮૨ લોકો રિકવર થયા છે. હજુ પણ દેશમાં ૨૮,૧૩,૬૫૮ દર્દીઓ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાએ ૨૮૧૨ લોકોનો ભોગ લીધો છે. આ સાથે કુલ મૃત્યુઆંક ૧,૯૫,૧૨૩ પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ ૧૪,૧૯,૧૧,૨૨૩ લોકોને અત્યાર સુધીમાં રસી આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની સુનામીથી સ્થિતિ ખરાબ થઈ ગઈ છે.

ઉદ્ધવ સરકાર દ્વારા એક મે સુધી લાગૂ કરવામાં આવેલ ‘બ્રેક ધ ચેન’ છતાં દરરોજ ૬૦ હજારથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. રવિવારે મૃતકોની આંકડો ૮૦૦ને પાર પહોંચી ગયો છે. પરંતુ આ વચ્ચે મુંબઈમાં કોવિડના નવા કેસમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ આ ઘટાડો એટલો મોટો પણ નથી કે તેને રાહત માનવામાં આવે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જારી આંકડા અનુસાર, મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૬૬,૧૯૧ નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન ૬૧૪૫૦ લોકો સાજા થયા છે. તો મૃત્યુ પામનારની સંખ્યા ૮૩૨ રહી છે. દરરોજ રાજ્યમાં મૃતકોની સંખ્યા સતત વધી રહી છે,

જેના કારણે સરકારની ચિંતા પણ વધી રહી છે. નવા કેસ બાદ રાજ્યમાં એક્ટિવ કેસ ૬,૯૮,૩૫૪ થયા છે. અત્યાર સુધી ૩૫,૩૦,૦૬૦ લોકો સાજા થયા છે. મૃત્યુઆંક વધીને ૬૪,૭૬૦ થયો છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ગંભીર છે. રાજ્યમાં રવિવારે નવા ૧૪૨૯૬ કેસ નોંધાયા. આ સાથે ૬૭૨૭ લોકો રિકવર પણ થયા. એક જ દિવસમાં રાજ્યમાં કોરોનાથી ૧૫૭ દર્દીઓના મૃત્યુ થયા છે. સૌથી વધુ કેસ અમદાવાદમાં ૫૮૬૪, ત્યારબાદ સુરતમાં ૨૧૦૩, વડોદરામાં ૭૬૦ અને રાજકોટમાં ૬૭૪ નવા દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૪,૯૬,૦૩૩ પર પહોંચી છે. જ્યારે ૩,૭૪,૬૯૯ લોકો રિકવર થયા છે. હાલ રાજ્યમાં ૧,૧૫,૦૦૬ એક્ટિવ કેસ છે. કુલ ૬૩૨૮ લોકોએ અત્યાર સુધીમાં કોરોનાથી જીવ ગુમાવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.