Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨,૮૨,૦૮૬ નવા કેસ નોંધાયા

આ અઠવાડિયે કોરોનાના નવા કેસમાં ૧૬%નો ઘટાડો નોંધાયો છે, અઠવાડિયા દરમિયાન ૨૪ લાખ કેસ નોંધાયા જાેકે મૃત્યુઆંકનો વધારો ચિંતાનું કારણ

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. બીજી લહેર દરમિયાન આ પહેલું અઠવાડિયું છે જેમાં દેશના ઘણાં ભાગોમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. જાેકે, ચિંતાની વાત એ છે કે અઠવાડિયા દરમિયાન થયેલા મૃત્યુનો આંકડો ૨૮,૦૦૦ને પાર ગયો છે, જે દુનિયાના કોઈપણ ભાગ કરતા વધુ છે. આ સતત બીજુ અઠવાડિયું છે જ્યારે ભારતમાં કોરોનાથી થનારા મૃત્યુનો આંકડો સૌથી વધુ નોંધાયો છે. કોરોના વાયરસના સંક્રમણના જે આંકડા સામે આવ્યા છે, તે પ્રમાણે ૨૦ એપ્રિલ પછી ૨૫ દિવસ બાદ આ સ્થિતિ બની છે કે કોરોનાના નવા કેસ ૩ લાખ કરતા ઓછા નોંધાયા છે. કોરોનાના ૨,૮૨,૦૮૬ નવા કેસ નોંધાયા છે. કોરોનાની બીજી લહેર દરમિયાન નવા કેસની સંખ્યામાં ભારે ઉછાળો નોંધાયો છે,

જાેકે, પાછલા અઠવાડિયાથી તેમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જાે ૯ દિવસ પહેલાના ૬ મેએ કોરોનાએ ૪.૧૪ લાખ કેસ સાથે રેકોર્ડ તોડ્યો હતો, જે પછી ગઈકાલે નોંધાયેલા કેસમાં ૩૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. જાેકે, કોરોનાથી થનારા મૃત્યુના ગ્રાફમાં ઘણો ઘટાડો નોંધાઈ રહ્યો છે. દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ૪,૧૦૦ નોંધાઈ છે. આ અઠવાડિયામાં ચોથી વખત કોરોનાથી થનારા મૃત્યુનો આંક ૪૦૦૦થી વધારે નોંધાયો છે. મહારાષ્ટ્રમાં ૯૭૪ લોકોને કોરોનાના લીધે પોતાનો જીવ ગુમાવ્યો છે. અન્ય ૪ રાજ્યોમાં પણ કોરોનાથી રોજ થનારા મૃત્યુનો આંકડો વધ્યો છે. તામિલનાડુમાં ૩૧૧, બંગાળમાં ૧૪૭, હિમાચલ પ્રદેશમાં ૭૦ અને પોંડિચેરીમાં ૩૨ લોકોએ પાછલા ૨૪ કલાકમાં જીવ ગુમાવ્યા છે. ભારતમાં આ અઠવાડિયે કોરોનાના નવા કેસમાં ૧૬%નો ઘટાડો નોંધાયો છે,

અઠવાડિયા દરમિયાન ૨૪ લાખ કેસ નોંધાયા છે, જ્યારે પાછલા અઠવાડિયામાં ૨૭.૪ લાખ નવા કેસ નોંધાયા છે. ૧૦થી ૧૬ મે એટલે કે આ અઠવાડિયામાં જેટલા કેસ સામે આવ્યા છે તે પાછલા ૩ અઠવાડિયામાં સૌથી ઓછા છે. પાછલા અઠવાડિયા કોરોનાના ડેઈલી કેસીસી પીક પર જાેવા મળ્યા હતા. આ અઠવાડિયે તેમાં ઝડપથી ઘટાડો નોંધાયો છે. આ અઠવાડિયે કોરોના વાયરસના કારણે ૨૮,૩૩૪ લોકોના જીવ ગયા છે, એટલે કે રોજના સરેરાશ ૪,૦૪૮ થાય છે. પાછલા અઠવાડિયાથી લગભગ ૪% વધુ છે, ત્યારે આખા અઠવાડિયામાં ૨૭,૨૪૩ મોત થયા છે. જાેકે, તે પણ અઠવાડિયા દરમિયાન કોઈ પણ દેશમાં કોરોનાથી થનારા સૌથી વધુ મોત હતા. તેના એક અઠવાડિયા પહેલા સૌથી વધુ મૃત્યુ અમેરિકામાં નોંધાયા હતા, આ વર્ષે ૧૧થી ૧૭ જાન્યુઆરી વચ્ચે ૨૪,૨૮૨ લોકોના મોત થયા હતા. આ આંકડો વર્લ્‌ડોમીટર મુજબ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.