છેલ્લા ૨૪ કલાકમાં કોવિડના નવા કેસમાં ૨૪.૭ ટકાનો વધારો
નવીદિલ્હી, દેશમાં વળી પાછો કોરોનાના નવા કેસમાં વધારો જાેવા મળી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોવિડના નવા કેસમાં ૨૪.૭ ટકાનો વધારો નોંધાયો છે. આજે જાહેર થયેલા આંકડા મુજબ નવા ૨૩ હજારથી વધુ કેસ નોંધાયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૩,૫૨૯ કેસ નોંધાયા છે. ગઈ કાલે નવા ૧૮,૮૭૦ દર્દીઓ નોંધાયા હતા. આ સાથે કુલ કેસનો આંકડો હવે ૩,૩૭,૩૯,૯૮૦ પર પહોંચી ગયો છે. હાલ દેશમાં ૨,૭૭,૦૨૦ કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં ૨૮,૭૧૮ દર્દીઓ રિકવર પણ થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા હવે ૩,૩૦,૧૪,૮૯૮ પર પહોંચી ગઈ છે.
આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસથી ૩૧૧ દર્દીઓના મોત થયા છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો હવે ૪,૪૮,૦૬૨ પર પહોંચી ગયો છે.
ગઈ કાલે દેશમાં કોરોનાથી ૩૭૮ દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા. હાલ દેશમાં કોરોનાથી રિકવરી રેટ ૯૭.૮૫% છે. જ્યારે વીકલી પોઝિટિવિટી રેટ ૧.૭૪% અને ડેઈલી પોઝિટિવિટી રેટ ૧.૫૬% છે. જે છેલ્લા ૩૧ દિવસથી ૩ ટકા નીચે યથાવત છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ કોરોનાને પછાડવા માટે દેશમાં રસીકરણ અભિયાન પણ પૂરજાેશમાં ચાલુ છે. જે હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ ૮૮,૩૪,૭૦,૫૭૮ ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ૬૫,૩૪,૩૦૬ ડોઝ છેલ્લા ૨૪ કલાકમાં અપાયા છે.HS