Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૫૩૫૨ નવા પોઝિટિવ કેસ

Files Photo

નવી દિલ્હી, કેરળમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ થઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં અહીં ૩૨ હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે અને ૧૮૮ દર્દીઓ કોવિડ સામેની જંગ હારી ગયા છે. કેરળમાં સંક્રમણમાં વ્યાપક વધારાના કારણે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૪૫ હજારને પાર થઈ ગઈ છે.

બીજી તરફ, ચિંતાનો વિષય એ છે કે કોવિડ રિકવરી રેટ ઘટીને ૯૭.૪૫ ટકા થઈ ગયો છે. આ ઉપરાંત એક્ટિવ કેસ પણ ૪ લાખની નજીક પહોંચી ગયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૫,૩૫૨ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૩૬૬ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૨૮,૫૭,૯૩૭ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૬૭,૦૯,૫૯,૯૬૮ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

છેલ્લા ૨૪ કલાકમાં ૭૪,૮૪,૩૩૩ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૨૦ લાખ ૬૩ હજાર ૬૧૬ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૩૪,૭૯૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ભારતમાં હાલ રિકવરી રેટ ૯૭.૪૫ ટકા છે. હાલમાં ૩,૯૯,૭૭૮ એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૪,૩૯,૮૯૫ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૨,૬૫,૩૫,૦૬૮ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુરૂવારના ૨૪ કલાકમાં ૧૬,૬૬,૩૩૪ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૦ કેસ નોંધાયા છે. જેની સામે ૧૨ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી.

રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૮૧ છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૭૬ ટકા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૭,૨૩,૯૮૦ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ૪,૭૭,૪૨,૬૯૬ ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે. ગુજરતમાં નવા કોરોના વાયરસ કેસમાં, અમદાવાદમાં ૧, સુરતમાં ૩, વડોદરામાં ૪, ગાંધીનગર, કચ્છમાં૧-૧ સહિત કુલ ૧૦ કેસ નોંધાયા છે.

બીજી તરફ અમદાવાદમાં ૩, સુરતમાં ૪, વડોદરામાં ૩,આણંદમાં ૧ દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યારે કુલ ૧૫૧ એક્ટિવ કેસ છે, જેમાં ૩ દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં ૧૪૮ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૮૧૫૨૧૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.