છેલ્લા ૨૪ કલાકમાં નવા કોરોનાના ૨૮ કેસ આવ્યા
ગાંધીનગર: ગુજરાતમાં કોરોના હવે તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના માત્ર ૨૮ કેસ નોંધાયા હતા. તો બીજી તરફ તેનાથી બમણા એટલે કે ૩૯ દર્દીઓ સાજા થઇ ગયા હતા. અત્યાર સુધીમાં કુલ ૮,૧૪,૪૫૨ દર્દીઓએ કોરોનાને માત આપી છે. તો કોરોનાથી સાજા થવાનાં દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં ૯૮.૭૫ ટકા દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે.
તો બીજી તરફ રસીકરણનાં મોરચે પણ સરકાર લડી રહી છે. જાે રાજ્યમાં રહેલા એક્ટિવ દર્દીઓની વાત કરીએ રાજ્યમાં કુલ ૨૭૪ એક્ટિવ દર્દીઓ છે. જે પૈકી ૦૫ લોકો વેન્ટીલેટર પર છે. ૨૬૯ લોકો સ્ટેબલ છે. ૮,૧૪,૪૫૨ લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
૧૦૦૭૬ લોકોનાં અત્યાર સુધીમાં કુલ કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. જાે કે સારા સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત નિપજ્યું નથી. અમદાવાદમાં ૩, સુરતમાં ૮, વડોદરામાં ૪, દાહોદમાં ૨, ગાંધીનગરમાં ૨, પંચમહાલમાં ૨, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, જામનગર, નવસારી, મોરબી અને સાબરકાંઠામાં ૧-૧ કેસ નોંધાયા છે. આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં ૦ કેસ નોંધાયા છે. તો બીજી તરફ રાજ્યમાં ડીસ્ચાર્જ થતા દર્દીઓની સંખ્યા ૩૯ છે. જેમાં વડોદરામાં ૭, અમદાવાદમાં ૧૦, સુરતમાં ૬, જામનગરમાં ૩, દાહોદ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને તાપીમાં ૨-૨ દર્દીઓ, જ્યારે અમરેલી, ભાવનગર, ડાંગ, નવસારી અને વલસાડમાં ૧-૧ દર્દી ડીસ્ચાર્જ થયા છે.