છેલ્લા ૨૪ કલાકમાં નવા કોરોનાના ૨૨ કેસ આવ્યા
ગાંધીનગર: ગુજરાતમાં કોરોના તબક્કાવાર કાબુમાં આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતમાં કોરોનાના નવા ૨૨ કેસ નોંધાયા છે. બીજી તરપ ૨૫ દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધી કુલ ૮,૧૪,૫૯૫ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાથી સાજા થઇ રહેલા દર્દીઓના દરમાં પણ વધારો થઇ રહ્યો છે. સાજા થવાનો દર ૯૮.૭૫ ટકાએ પહોંચ્યો છે.
રસીકરણના મોરચે પણ સરકાર લડી રહી છે. રાજ્યમાં આજે ૩,૪૯,૦૯૯ દર્દીઓને કોરોના રસી આપવામાં આવી હતી. જાે એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ ૨૫૧ દર્દીઓ એક્ટિવ છે. જે પૈકી ૦૪ દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે ૨૪૭ દર્દીઓ સ્ટેબલ છે. ૮૧૪૫૯૫ દર્દીઓ અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ લઇ ચુક્યા છે. ૧૦૦૭૬ દર્દીઓનાં કોરોનાને કારણએ અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યા છે. જાે કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયુ નથી.
જાે કે ચિંતાની વાત કહી શકાય કે કોર્પોરેશન વિસ્તારોમાં ફરી એકવાર કેસ વધી રહ્યા છે. જાે રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી ૧૧૬ લોકોને રસીનો પ્રથમ અને ૫૩૯૪ લોકોને રસીનો બીજાે ડોઝ આજના દિવસમાં અપાયો છે. આ ઉપરાંત ૧૮-૪૫ વર્ષનાં ૬૮૮૯૫ નાગરિકોને રસીનો પ્રથમ અને ૫૦૬૦૨ દર્દીઓને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૮-૪૫ વર્ષના ૧૯૭૮૪૧ દર્દીઓને કોરોનાની રસીનો પ્રથમ અને ૨૬૨૫૧ લોકોને રસીનો બીજાે ડોઝ આપવામાં આવી ચુક્યો છે.આ પ્રકારે આઝના દિવસમાં કુલ ૩,૪૯,૦૯૯ રસીના ડોઝ એક જ દિવસમાં અપાયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ૩,૪૦,૭૬,૪૦૧ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.