છેલ્લા ૨૪ કલાકમાં નવા કોરોનાના ૧૪ કેસ આવ્યા
ગાંધીનગર, રાજ્યમાં કોરોના તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા માત્ર ૧૪ કેસ જ નોંધાયા છે. તો બીજી તરફ ૧૩ દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં ૮,૧૪,૯૩૪ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર પણ ઝડપથી સુધરી રહ્યો છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર ૯૮.૭૬ પર પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર ખુબ જ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે ૪,૫૮,૮૨૪ દર્દીઓનું રસીકરણ થયું છે.
જાે એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ ૧૮૪ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૭ વેન્ટીલેટર પર છે. ૧૭૭ સ્ટેબલ છે. અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને ૮,૧૪,૯૩૪ નાગરિકો સાજા થઇ ચુક્યા છે. ૧૦,૦૭૮ નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. જાે કે આજે કોરોનાને કારણે એકપણ મોત નિપજ્યું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં ૬, વડોદરા કોર્પોરેશનમાં ૩, જુનાગઢ કોર્પોરેશનમાં ૧, સાબરકાંઠામાં ૧, સુરત કોર્પોરેશનમાં ૧, સુરતમાં ૧ અને વલસાડમાં ૧ એમ કુલ ૧૪ કેસ નોંધાયા છે.
જાે રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી ૩૨ કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને ૩,૨૫૦ કર્મચારીને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૯૨,૨૧૨ નાગરિકોને રસીનો પ્રથમ અને ૫૭,૯૬૪ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૮-૪૫ વર્ષ સુધીના ૨,૭૭,૯૮૧ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૨૭,૩૮૫ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૪,૫૮,૮૨૪ કુલ રસીના ડોઝ આજના દિવસમાં અપાયા છે. અત્યાર સુધીમાં ૪,૦૬,૩૮,૯૧૦ કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.SSS